મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક હોસ્પિટલે સારવાર માટે 8 લાખ રૂપિયા માંગ્યા, બીજી હોસ્પિટલે માત્ર 128 રૂપિયામાં કરી સારવાર

પરિવારજનોનો આરોપ છે કે દર્દીના વાલ્વમાં ખામી હોવાનું કહીને ત

એક હોસ્પિટલે સારવાર માટે 8 લાખ રૂપિયા માંગ્યા, બીજી હોસ્પિટલે માત્ર 128 રૂપિયામાં કરી સારવાર

પરિવારજનોનો આરોપ છે કે દર્દીના વાલ્વમાં ખામી હોવાનું કહીને તેને ડરાવવામાં આવ્યો હતો. એમ પણ કહ્યું કે, જલ્દી કરો નહીંતર અડધા કલાકમાં દર્દી મરી જશે. જ્યારે પરિવારના સભ્યોએ અસમર્થતા દર્શાવી અને તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવા લાગ્યા ત્યારે ગુસ્સે ભરાયેલા ડોક્ટરો અને સ્ટાફે તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.

જે દર્દી માટે મેદાંતા હોસ્પિટલે પોતાનો જીવ જોખમમાં છે તેમ કહી સારવાર માટે 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી, તેને અન્ય ખાનગી હોસ્પિટલે માત્ર 128 રૂપિયાની દવા આપીને સાજો કર્યો હતો. દર્દીને ગેસની સમસ્યા હતી. બીજી તરફ મેદાન્તાના તબીબો દર્દીનો વાલ્વ બદલવાની વાત કરી રહ્યા હતા.

પીડિતનો એવો પણ આરોપ છે કે જ્યારે તેઓએ મેદાંતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં અસમર્થતા દર્શાવી ત્યારે તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. દર્દીને ભારે મુશ્કેલીથી મુક્ત કરવામાં આવ્યો હતો. પીડિતે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી મેદાંતા હોસ્પિટલ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. આ પછી મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ લખનૌના 45 વર્ષના મોહન સ્વરૂપ ભારદ્વાજને પરસેવો વળ્યો, ચક્કર ખાઈને પડી ગયા. પરિવારજનોએ તાત્કાલિક મેદાંતા હોસ્પિટલ લઈ ગયા. એમને દાખલ કરીને એન્જિયોગ્રાફી સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા, કહેવાયુ કે આઠ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. તાત્કાલિક સર્જરી કરવી પડશે. ત્રીસ મિનિટમાં વ્યવસ્થા ન થઈ તો પેશન્ટના જીવનું જોખમ છે. મોહનભાઈના પત્ની અને ભાઈ પાસે માત્ર બે-એક લાખ રૂપિયા હતા. એવામાં એમના મિત્રએ આવીને કહ્યું કે કંઈ નથી થયુ, ગેસ ચડ્યો છે. ડિસ્ચાર્જ લઈ લો. ડિસ્ચાર્જ આપવાની વાત આવી તો હોસ્પિટલના સ્ટાફે માથાકૂટ કરી. માંડ માંડ ડિસ્ચાર્જ લઈને તેઓ બીજા ડોક્ટર પાસે ગયા. એમણે 125 રૂપિયાની દવા લખી દીધી અને ત્રણ ઈન્જેક્શન આપ્યા. બે કલાકમાં રાહત મળી ગઈ. દર્દીની તબિયતમાં સુધારો થતાં તેને રજા આપવામાં આવી હતી. હવે મોહન સ્વરૂપે મુખ્યમંત્રીને પત્ર લખીને મેદાંતા હોસ્પિટલે પડાવેલા 24 હજાર રૂપિયા પરત અપાવવા માંગ કરી છે.

અમે તાત્કાલિક સારવાર આપી

મેદાંતા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર દર્દી છાતીમાં દુખાવા સાથે ઓપીડીમાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના લોહીમાં ટ્રોપોનિનની વધુ માત્રા મળી આવી હતી. જાણવા મળ્યું કે તેને હૃદયની સમસ્યા છે. ECGમાં હૃદયમાં બ્લોકેજના ચિહ્નો જોવા મળ્યા. એન્જીયોગ્રાફીમાં જાણવા મળ્યું કે એક ધમનીમાં 100 ટકા અને બીજી ધમનીમાં 80 ટકા બ્લોકેજ છે. એન્જિયોપ્લાસ્ટી સૂચવવામાં આવી હતી. જેના માટે દર્દી અને તેની પત્ની તૈયાર ન હતા. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે તમામ તપાસ અહેવાલો આપવામાં આવ્યા હતા, જેનો રેકોર્ડ હોસ્પિટલમાં છે. દર્દી સાથે કોઈ અયોગ્ય વર્તન કે અભદ્રતા નહોતી. અમે તાત્કાલિક સારવાર આપી.

આ સમાચાર શેર કરો