VIDEO: 'BJPએ પૈસા ખર્ચ્યા... ', કાંશીરામ જયંતિ પર માયાવતીએ CM યોગીના કર્યા વખાણ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 9 ઓક્ટોબરના રોજ રાજનીતિનો ઉલટો નજારો જોવા મળ્યો. લખનઉમાં કાંશીરામ સ્મારક સ્થળ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 9 ઓક્ટોબરના રોજ રાજનીતિનો ઉલટો નજારો જોવા મળ્યો. લખનઉમાં કાંશીરામ સ્મારક સ્થળ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બસપાના વડા માયાવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારની પ્રશંસા કરી. માયાવતીએ જણાવ્યું હતું કે, ભાજપ પહેલા જ્યારે સમાજવાદી પાર્ટી (SP) સત્તામાં હતી, ત્યારે તેણે કાંશીરામ સ્મારક માટે ટિકિટના પૈસા પોતાની પાસે રાખી લીધા. તેની મરામત પાછળ કોઈ ખર્ચ ન કર્યો. જેના લીધે આ સ્મારકની હાલત ખરાબ થઈ ગઈ હતી.
માયાવતીએ જણાવ્યું હતું કે જ્યારે ભાજપની સત્તા આવી ત્યારે તેમણે મુખ્યમંત્રી યોગીને પત્ર લખીને વિનંતી કરી હતી કે કાંશીરામ સ્મારક માટેના ભંડોળનો ઉપયોગ તેની જાળવણી પર કરવામાં આવે. ભાજપ સરકારે આ પૈસા કાંશીરામ સ્મારકના જાળવણી પર ખર્ચ કરીને તેને પુનઃસ્થાપિત કર્યું.
માયાવતીના નિવેદનથી રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. ગુરુવારે લખનૌમાં કાંશીરામની જન્મજયંતિ ઉજવવા માટે મોટી સંખ્યામાં બસપા સમર્થકો એકઠા થયા હતા. બસપાના વડા માયાવતી સહિત અનેક અગ્રણી નેતાઓ સભાને સંબોધવા હાજર રહ્યા હતા.
માયાવતીએ પોતાના સંબોધનમાં સમાજવાદી પાર્ટી (SP) પર આકરા પ્રહારો કર્યા. માયાવતીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટી મીડિયામાં એવા સમાચાર ફેલાવી રહી છે કે તેઓ કાશીરામના નામે સેમિનાર યોજશે. જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે તેમને કાંશીરામ સ્થળ, કાંશીરામનો જન્મદિવસ કે તેમની પુણ્યતિથિ યાદ નહોતી. સપાને પ્રશ્ન કરતા માયાવતીએ કહ્યું, "હું અખિલેશ યાદવને પૂછવા માંગુ છું કે મારી સરકાર દરમિયાન કાસગંજનું નામ બદલીને કાંશીરામ નગર રાખ્યું હતું તો સમાજવાદી પાર્ટીએ પોતાની સરકારમાં તે બદલી કેમ નાંખ્યું? સમાજવાદી પાર્ટીના બેવડા ધોરણો દર્શાવે છે.
પૂર્ણ બહુમતી સરકારનો દાવો
માયાવતીએ કહ્યું, "કાંશીરામ પછી, અમે કાંશીરામના મિશનને આગળ ધપાવ્યું અને સમાનતાવાદી સમાજ માટે પૂર્ણ બહુમતી સરકાર બનાવી. કોંગ્રેસ, સપા અને ભાજપ અમારી પૂર્ણ બહુમતી સરકારની રચનાથી નાખુશ હતા. અમારી સામે અનેક ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. CBI અને આવકવેરા વિભાગના દુરુપયોગથી અમારી છબી ખરડાઈ. અમે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાતિગત અને પક્ષની રેખાઓથી ઉપર ઉઠીને કામ કર્યું. અમે દલિતો અને ગરીબોને રોજગારમાં આત્મનિર્ભર પણ બનાવ્યા. આગામી ચૂંટણીઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે યુપીમાં ફરીથી બસપાની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.






