Video: મધ્યપ્રદેશના જબલપુર મુખ્ય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર આવેલા ફૂડ સ્ટોલમાં ભીષણ આગ: મુસાફરોમાં મચી નાસભાગ

સોર્સ: gstv

આશરે 4 વાગ્યાના અરસામાં કટની તરફના છેડે પાર્સલ વિભાગ નજીક આવેલા ફૂડ સ્ટોલમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેની જ્વાળાઓ પ્લેટફોર્મની છત સુધી પહોંચી ગઈ હતી. ઘટના સમયે પ્લેટફોર્મ પર પાર્સલ લગેજ વેનમાંથી સામાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જેને કારણે નજીકમાં રાખેલા કેટલાક પાર્સલ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. સ્ટોલનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત