મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

3 દિવસમાં અનેક લોકો ટકલા થતા હાહાકાર, વિચિત્ર બીમારીની દેશભરમાં ચર્ચા; જાણો ક્યાં બની ઘટના

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામડાને વિચિત્ર બીમારીએ ભરડામાં લીધા છે. ગામના સંખ્યાબંધ પુરુષો ત્રણથી સાત દિ

3 દિવસમાં અનેક લોકો ટકલા થતા હાહાકાર, વિચિત્ર બીમારીની દેશભરમાં ચર્ચા; જાણો ક્યાં બની ઘટના

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામડાને વિચિત્ર બીમારીએ ભરડામાં લીધા છે. ગામના સંખ્યાબંધ પુરુષો ત્રણથી સાત દિવસમાં માથાના વાળ ગુમાવવા માંડયા છે. ટકાની 'ટકાવારી' વધતા  ગામડાના લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

બુલઢાણા જિલ્લાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામના લોકોના માથાના વાળ ઉતરવા માંડયા છે. આ વિચિત્ર બીમારી અંગે ફરિયાદો થતાં તથા આસપાસના ગામોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આરોગ્ય ખાતાની ત્રણ ટીમ ગામમાં પહોંચી હતી અને પાણીના સેમ્પલ તેમજ ગ્રામજનોના ઉતરેલા વાળ અને ચામડીના સેમ્પલ ભેગા કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક માન્યતા અનુસાર રાસાયણિક ખાતરને કારણે ગામનું પાણી પ્રદૂષિત થઈ ગયું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. પાણીમાં ભારે ધાતુઓનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે વાળ ખરી રહ્યા છે. 

આ પણ વાંચો : રામદેવ બાબા ધોતી ઉંચી કરીને હિમાલય કેવી રીતે ચઢ્યા હશે: કુમાર વિશ્વાસે ઉડાવી મજાક, યોગ ગુરુએ આપ્યો આવો જવાબ

ગામ લોકોએ ચિંતીત સ્વરે ફરિયાદ કરતા કહ્યું હતું કે, મહિલાઓ અને પુરૂષો બધાના વાળ ઉતરવા  માંડયા છે. વાળ ઉતરવાનું શરૂ થયા પછી ત્રણથી સાત દિવસમાં માથે ટકો થઇ જાય છે. ઇલેકટ્રોનિક મિડિયાના કેમેરા સામે લોકોએ રીતસર દેખાડયું હતું કે માથા પર હળવેથી દાંતિયો ફેરવતાની સાથે જ વાળનું ગુચ્છો હાથમાં આવી જાય છે. રાતે ઊંઘ્યા બાદ સવારે ઉઠે ત્યારે તકિયા પાસે વાળના ગુચ્છા હોય છે. સ્ત્રીઓ વાળમાં દાંતિયો ફેરવે તો જાણે કાતર ફેરવી હોય તે રીતે વાળના ગૂચ્છા નીચે પડે છે. જો કે, ચોક્ક્સ કારણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના નમૂના ચેક કર્યા બાદ જ માલૂમ પડશે.

આ સમાચાર શેર કરો