મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'હું ફક્ત 500 રૂપિયાની નોટ લઈને સંસદ જઉં છું', રાજ્યસભામાં નોટોનું બંડલ મળવા પર મનુ સિંઘવીની સફાઈ

રાજ્યસભામાં નોટોના બંડલ મળવાના મુદ્દાએ જોર પકડ્યું છે. 6 ડિસેમ્બરની સંસદની કાર્ય

VIDEO: 'હું ફક્ત 500 રૂપિયાની નોટ લઈને સંસદ જઉં છું', રાજ્યસભામાં નોટોનું બંડલ મળવા પર મનુ સિંઘવીની સફાઈ

રાજ્યસભામાં નોટોના બંડલ મળવાના મુદ્દાએ જોર પકડ્યું છે. 6 ડિસેમ્બરની સંસદની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા સંસદમાંથી 500 રૂપિયાની 100 નોટોનું બંડલ મળ્યું હતું. આ નોટોનું બંડલ જ્યાંથી મળ્યું તે સીટ (222) કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની છે.  

આ પણ વાંચોઃ રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની બેઠક નીચેથી મળ્યા નોટોના બંડલ, સંસદમાં હોબાળો 

હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ સફાઈ આપી છે. સિંઘવીએ કહ્યું, 'મેં આવું પહેલીવાર સાંભળ્યું છે! હું જ્યારે પણ રાજ્યસભામાં આવું -જાઉં છું ત્યારે મારી પાસે માત્ર 500 રૂપિયાની નોટ હોય છે. હું ગઈકાલે 12.57 વાગ્યે સંસદમાં પહોંચ્યો. 1 વાગ્યે સદનનો પ્રારંભ થયો. પછી 1.30 કલાક સુધી હું સાંસદ અયોધ્યા રામી રેડ્ડી સાથે કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી નીકળી ગયો.'

શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખડે માહિતી આપી હતી કે, ગઈકાલે સદન સ્થગિત થયા પછી સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે થઈ રહી છે.

આ સમાચાર શેર કરો