વિનેશ ફોગાટ વિવાદ પર રમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આપ્યો જવાબ, વિપક્ષનો વોકઆઉટ
રમત મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટને પેરિસ ઓલમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવ

રમત મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટને પેરિસ ઓલમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા સંસદમાં નિવેદન આપ્યું છે. મનસુખ માંડવિયાના નિવેદન બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
મનસુખ માંડવિયાએ શું કહ્યું?
રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, વિનેશનું વજન 50 કિલોગ્રામ કેટેગરીમાં 100 ગ્રામ વધારે હતું, માટે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ જીતી હતી. ભારત સરકારે પુરી મદદ કરી હતી.
રમત મંત્રીએ કહ્યું કે, વિનેશ ફોગાટને સરકારે નાણાકીય મદદ કરી હતી. પેરિસ ઓલમ્પિક માટે કૂલ 70.45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાંથી ટોપ્સ હેઠળ 53.35 લાખ રૂપિયા આપવામાં આવ્યા. ACTC હેઠળ 17.10 લાખ રૂપિયા આપવામાં આવ્યા. આ પહેલા ટોક્યો ઓલમ્પિક માટે 1.66 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બલ્ગારિયામાં 23 દિવસની ટ્રેનિંગ માટે 5.44 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બુડાપેસ્ટમાં 16 દિવસની ટ્રેનિંગ 10.54 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. વિનેશે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઓછુ કર્યું હતું. પહેલા તે 53 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેતી હતી.








