મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મનિષ સિસોદિયાને કોર્ટમાંથી ન મળી રાહત, ન્યાયિક કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટે રાહત આપી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે

મનિષ સિસોદિયાને કોર્ટમાંથી ન મળી રાહત, ન્યાયિક કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટે રાહત આપી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી દીધી છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે પૂરી થતાં તેમને વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જજ કાવેરી બાવેજાએ કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ સંજયસિંહને પણ જામીન આપ્યા છે. 
 
એક્સાઈઝ પોલિસી કેસમાં ED અને CBI દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં મનીષ સિસોદિયાના જામીન પર દિલ્હી હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. 14 મેના રોજ કોર્ટે સિસોદિયા, CBI અને EDની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં EDએ દલીલ કરી હતી કે તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવશે. 17 મેના રોજ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવી હતી. 

  સિસોદિયા માટે જામીનની વિનંતી કરતી વખતે, તેમના વકીલે કહ્યું હતું કે ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં લોકોની ધરપકડ કરી રહી છે અને ટ્રાયલ વહેલામાં સમાપ્ત થવાની કોઈ શક્યતા નથી. ઇડી અને સીબીઆઇ બંનેએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ એ આધાર પર કર્યો છે કે આરોપીઓ દ્વારા કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો