'પીએમ મોદી માટે મણિપુર રાજ્ય નથી?' અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધી લોકસભામાં ગર્જ્યા
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રા

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અગ્નીવીર અને મણિપુર મુદાઓ ઉઠાવીને સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ એક અગ્નિવીરની શહિદીની જિક્ર કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી તેમને શહીદ નથી કહેતા. તેમના પરિવારજનોને પેન્શન નહીં મળે. સરકાર તેમની મદદ કરશે પરંતુ અગ્નિવીરને જવાન ના કહી શકાય. અગ્નિવીર યુઝ એન્ડ થ્રો મજૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે સૈન્ય વચ્ચે ફૂટ પાડી રહ્યા છો, તેમ છતાં પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્ત છે. ફિલ્મસ્ટાર જેવા ફોટો ખેંચાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર દેશ જાણે છે કે આ સેનાની સ્કિમ છે. સેના જાણે છે કે આ સ્કીમ સેનાની નહીં પીએમનું બ્રેઈન ચાઈલ્ડ છે. આ અંગે રાજનાથ સિંહે આપત્તિ દર્શાવી હતી. રાહુલ ગાંધીના નિવેદનને હટાવવાની માગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું એમને સારી લાગે છે. રાખો. અમારી સરકાર આવશે હટાવી દેશે. અગ્નિવીર જવાનોની વિરુદ્ધ, સેનાની વિરુદ્ધ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત માટે પહેલીવાર કોઈ રાજ્ય પાસેથી રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. જમ્મુ-કાશ્મીર પાસેથી રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો. તેમણે મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તે વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે આ મુદ્દાનું કોઈ મહત્ત્વ નથી. અમે મણિપુર ગયા અને ત્યાંની સ્થિતિ અંગે વડાપ્રધાનને મણિપુર બચાવવાની અપીલ કરી. તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. આના પર કોઈએ જવાબ માંગ્યો. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે આના પર કોઈ જવાબ નહીં મળે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મણિપુરનું તેમના માટે અસ્તિત્વમાં નથી. રાહત શિબિરમાં જવાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે મને ખબર નથી કે ભગવાન સાથે તેમની શું ટ્યુનિંગ છે. રાત્રે 8 વાગે ભગવાનનો સંદેશ આવ્યો હશે, મોદીજી, કૃપા કરીને નોટબંધી કરી દો.સીધો ઉપરથી મેસેજ આવ્યો. આ બાબતે સ્પીકરે કહ્યું કે પીએમ ગૃહના નેતા છે, આપણે તેમનું સન્માન કરવું જોઈએ. રાહુલે કહ્યું કે હું તેમનું સન્માન કરું છું, હું આવું નથી કહી રહ્યો, આ તેમના શબ્દો છે.
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. અગાઉ પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. આજે રાહુલ ગાંધીએ હિન્દુનો મુદ્દો ઉઠાવતા જ રાહુલના ભાષણ વચ્ચે પીએમ મોદી પોતાની ખુરશી પરથી ઉભા થઈ ગયા હતા.








