PM મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર ઝડપાયો, મુંબઇ પોલીસને આવ્યો હતો ફોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસે છે. આ પહેલા PM મોદીને આતંકી હુમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસે છે. આ પહેલા PM મોદીને આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. મુંબઇ પોલીસે બુધવારે આ જાણકારી આપી છે. કોલ કરનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે તે માનસિક રીતે બીમાર છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે મુંબઇ પોલીસના હવાલાથી કહેવામાં આવ્યું કે 11 ફેબ્રુઆરીએ મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદી વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે કારણ કે તે વિદેશ પ્રવાસે જઇ રહ્યાં છે.
ચેમ્બુરથી એક વ્યક્તિની અટકાયત
બનાવની ગંભીરતા જોતા પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કહ્યું કે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમને ધમકી આપતો કોલ કરનારા વ્યક્તિની ચેમ્બુરમાંથી અટકાયત કરવામાં આવી છે. તે માનસિક રીતે બીમાર છે. PM મોદી સોમવારે ફ્રાંસ અને અમેરિકાના ચાર દિવસના પ્રવાસે રવાના થયા હતા. બુધવારથી તેમની બે દિવસીય અમેરિકન યાત્રા શરૂ થવાની છે.
પહેલા પણ મળી ચુકી છે ધમકી
જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે મુંબઇ પોલીસને PM મોદીના જીવને ખતરો હોવાની ધમકી મળી હોય. અધિકારીઓ અનુસાર, ગત વર્ષે ડિસેમ્બરમાં ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન પર એક ધમકી મોકલવામાં આવી હતી જેમાં બે કથિત ISI એજન્ટો સાથે જોડાયેલા બોમ્બના ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય ગત વર્ષે વડાપ્રધાન મોદીના જીવને ખતરો હોવાના આરોપમાં 34 વર્ષીય કાંદિવલીના શીતલ ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી. ચવ્હાણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને દાવો કર્યો હતો કે તેની પાસે હથિયાર તૈયાર છે.








