મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચૂંટણી પંચની જાહેરાત પહેલા મમતાનો મોટો દાવ, પૂજારીઓ અને મોઅઝ્ઝીનનું વેતન વધાર્યું

ભારતીય ચૂંટણી પંચ (ECI) થોડીવારમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ

ચૂંટણી પંચની જાહેરાત પહેલા મમતાનો મોટો દાવ, પૂજારીઓ અને મોઅઝ્ઝીનનું વેતન વધાર્યું

ભારતીય ચૂંટણી પંચ (ECI) થોડીવારમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજ્ઞાન ભવન ખાતે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંપૂર્ણ વિગતો આપશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા 7 મેના રોજ, તમિલનાડુનો 10 મેના રોજ, આસામનો 20 મેના રોજ અને કેરળનો 23 મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે 15 જૂનના રોજ સમાપ્ત થાય છે.

મમતા બેનરજીનું મોટું એલાન 

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું એલાન કરતાં કહ્યું છે કે, 'મને આ ઘોષણા કરતાં ખુશી થયા છે કે અમારા પુરોહિતો અને મોઅઝ્ઝીનને આપવામાં આવતા માસિક માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેમણે પ્રતિમાસ 2 હજાર રૂપિયા મળશે.'

આદર્શ આચારસંહિતા થશે લાગુ

ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં 'આદર્શ ચૂંટણી આચારસંહિતા' (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. આ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો