મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'તેઓ સામેથી મારી પાસે રાજીનામું આપવા આવ્યા હતા', મમતા બેનર્જીએ કર્યો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, 'ગત અઠવાડિ

'તેઓ સામેથી મારી પાસે રાજીનામું આપવા આવ્યા હતા', મમતા બેનર્જીએ કર્યો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, 'ગત અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે રાજીનામું આપવા મારી પાસે આવ્યા હતા. પરંતુ દુર્ગા પૂજાનો સમય નજીક હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે મેં તેમને રોક્યા છે. જણાવી દઈએ કે આરજી કર હોસ્પિટલમાં થયેલી દુર્ઘટના બાદથી પોલીસ કમિશનરના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે.

સોમવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં એક મહત્વપૂર્ણ વહીવટી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દુર્ગા પૂજાનો સમય નજીક હોય દરેકે સાવધ રહેવાની જરૂર છે. ધર્મ વ્યક્તિગત છે પણ તહેવાર દરેકનો છે. દુર્ગા પૂજા આપણા માટે રાજ્યનો સૌથી મોટો તહેવાર છે. આવી સ્થિતિમાં બંગાળને બદનામ કરવાનું કોઈ ષડયંત્ર- કાવતરું ના થાય તે માટે ધ્યાન આપવું. કેટલીક ટીવી ચેનલો ટીઆરપી માટે લોકોને ભડકાવી રહી છે. કેટલાક લોકો રાજ્યમાં આગ લગાવવા માંગે છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, 'કેટલીક ચેનલો સતત બંગાળના લોકોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહી છે. બંગાળના લોકો આખું વર્ષ આ તહેવારની રાહ જુએ છે. ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે રાજીનામું આપવા મારી પાસે આવ્યા હતા, પરંતુ હવે દુર્ગા પૂજા નજીક છે. આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જાગૃત રહેવું જોઈએ. આ કારણોસર અમે તેમને રાજીનામું આપતા અટકાવ્યા હતા.

આ સમાચાર શેર કરો