મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મમતા બેનર્જીએ હેલિકોપ્ટરમાં બેસવા જતાં ગુમાવ્યું સંતુલન, થયા ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઈજાગ્રસ્ત થયા છે. ચૂંટણી પ્રચાર દરમિ

VIDEO: મમતા બેનર્જીએ હેલિકોપ્ટરમાં બેસવા જતાં ગુમાવ્યું સંતુલન, થયા ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઈજાગ્રસ્ત થયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચડતી વખતે મમતા બેનર્જી સાથે આ ઘટના ઘટી હતી. તે દુર્ગાપુરથી આસનસોલ ટીએમસી ઉમેદવાર શત્રુઘ્ન સિંહાના સમર્થનમાં એક રેલીને સંબોધવા માટે જઈ રહ્યા હતા. મમતા બેનર્જી જ્યારે હેલિકોપ્ટરની અંદર જઈ રહ્યા હતા ત્યારે શરીરનું સંતુલન ગુમાવી દેતા તે લથડાઈને પડી ગયા હતા. તેમના પગમાં હળવી ઈજા થઈ છે.

મમતા બેનર્જીના પગ લડખડાતા સુરક્ષાકર્મીઓએ તરત જ તેમની મદદ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી થોડા સમય બાદ દુર્ગાપુરથી આસનસોલ જવા રવાના થયા હતા. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની ઈજા બહુ ગંભીર નથી અને તે આસનસોલમાં પાર્ટીની ચૂંટણી રેલીમાં ભાગ લેશે. 

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટીએમસી સુપ્રિમો તેમના ઘરે પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘરમાં ચાલતા ચાલતા પડી ગયા હતી, જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી. મમતા બેનર્જીને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ટાંકા લેવામાં આવ્યા હતા.  

આ સમાચાર શેર કરો