મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી પર ખડગેના પ્રહાર : 'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું'

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓ પોત-પોતાના પ્રચારમાં લાગેલી છે. આ દરમિયાન નેતાઓની

PM મોદી પર ખડગેના પ્રહાર : 'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું'

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓ પોત-પોતાના પ્રચારમાં લાગેલી છે. આ દરમિયાન નેતાઓની રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આસામના ગુવાહાટીમાં મીડિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીની વાતોથી એવું લાગે છે કે દેશને આઝાદી ભાજપ સરકાર (2014) બન્યા બાદ મળી છે, તે પહેલા તો દેશ આઝાદ જ નહોતો થયો'

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદી દેશભક્તિની વાતો કરે છે. તેઓ એવું દર્શાવે છે કે દેશભક્તિમાં તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધીથી પણ આગળ છે. કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદ કરાવ્યો હતો. ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું. વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદ અંગે ઘણું બોલે છે જેમકે પહેલા નેહરૂ, ઈન્દિરા અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા મોટા નેતાઓએ કંઈ કર્યું જ નહીં.'

દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો'

થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રોજગારીનો મુદ્દો ઉઠાવી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ‘રોજગાર ક્રાંતિ’ લાવીશું. આ સાથે તેમણે ‘ભારતીય ભરોસો’, ‘પ્રથમ નોકરી પાક્કી’ અને ‘પેપર લીકથી મુક્તિ’ જેવી ગેરંટી આપી છે.

‘અમે 30 લાખ નોકરીનું સર્જન કરીશું’

ખડગેએ આજે એક્સ (ટ્વિટર) પર કહ્યું હતું કે, 'અમારી સરકાર આવશે તો ‘ભારતી ભરોસા’ની ગેરેન્ટી હેઠળ 30 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે. ‘પ્રથમ નોકરી પાક્કી’ની ગેરેન્ટી હેઠળ એપ્રેન્ટિસશીપના અધિકાર દ્વારા દરેક ડિગ્રી/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂપિયા એક લાખના માનદ વેતન સાથે પ્રથમ નોકરીની ખાતરી આપીશું.'

આ સમાચાર શેર કરો