ભાજપ આતંકવાદીઓની પાર્ટી, અર્બન નક્સલના જવાબમાં ખડગેનો PM મોદી પર પ્રહાર
mallikarjun kharge said bjp terrorist party | એકબાજુ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ધાર્યા પ્રમાણે રહ્યું નથી. બીજી બાજુ

એકબાજુ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ધાર્યા પ્રમાણે રહ્યું નથી. બીજી બાજુ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને 'આતંકવાદી પાર્ટી' ગણાવી છે.
કોંગ્રેસ પ્રમુખે વધુમાં કહ્યું કે, "જેઓ લઘુમતીઓને ધમકી આપે છે અને લિંચિંગ કરે છે તે આ પાર્ટીના સભ્ય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સમર્થન આપે છે. પીએમ મોદી રાષ્ટ્ર કે જનતાને બદલે પોતાની પાર્ટીના હિતોને પ્રાથમિકતા આપે છે, જે સમાજમાં વિભાજન અને હિંસાને પ્રોત્સાહન આપે છે." મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભાજપની આ ટિપ્પણી હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. ભાજપની વિચારધારા આતંકવાદ જેવી છે.
પીએમ મોદીએ અનેકવાર કોંગ્રેસ પાર્ટીને 'અર્બન નક્સલ' ગણાવી
પીએમ મોદીએ ભૂતકાળમાં અનેકવાર કોંગ્રેસ પાર્ટીને 'અર્બન નક્સલ' ગણાવી છે, જેનો ખડગેએ પલટવાર કરતા કહ્યું કે, "જે બુદ્ધિજીવા છે તેને પીએમ મોદી અર્બન નક્સલ કહે છે, જ્યારે તેમની પોતાની પાર્ટી લિંચિંગ અને આદિવાસીઓ સામે હિંસામાં સામેલ છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર આદિવાસી અને દલિત સમુદાયો પર અત્યાચાર કરે છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસ અધ્યક્ષે ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.








