માલેગાંવ બ્લાસ્ટ કેસ: ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ NIA કોર્ટે જારી કર્યું વોરંટ
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક મહત્ત્વના સમાચાર સામે આવ

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઈની એનઆઈએ કોર્ટે ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરવિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
મુંબઈની સ્પેશિયલ એનઆઈએ કોર્ટ અને બ્લાસ્ટ કેસની સુનાવણી કરતા જજ બંનેને બોમ્બની ધમકી મળી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ફોન કરનારે કેસની સુનાવણી કરી રહેલા જજને મારી નાખવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે આ કોલ દિવાળી વેકેશન દરમિયાન સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસ પર આવ્યો હતો, જેના પછી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. NIA પણ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, ધમકી કોણે આપી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
2008માં બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા
29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં મોટરસાઇકલમાં રાખેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને 16 વર્ષ થઈ ગયા છે પરંતુ આજ સુધી આ મામલો ઉકેલાયો નથી.






