પત્નીના કાળા રંગ અને રસોઈની આદતોની મજાક ઉડાવવી ક્રૂરતા નહિ: 27 વર્ષ જુના કેસમાં પતિને મળી રાહત
વર્ષ 1998માં મહારાષ્ટ્રના સતારાના રહેવાસી સદ

વર્ષ 1998માં મહારાષ્ટ્રના સતારાના રહેવાસી સદાશિવ પર તેની પત્નીને હેરાન કરવા તથા આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે પતિએ ફરીથી High Courtમાં આ કેસની અપીલ કરી હોવાથી Courtએ સુનાવણીમાં પતિને રાહત આપી હોવાનું સામે આવ્યું છે.
પતિ પોતાની પત્નીના રંગ અને રસોઈની આદતોને લઈ ઉડાવતો હતો મજાક
સદાશિવની પત્ની પ્રેમા પોતાના લગ્નના 5 વર્ષ બાદ જાન્યુઆરી 1998ના રોજ સાસરિયામાંથી જ ગાયબ થઈ ગઈ હતી. બાદમાં તપાસ કરતાં પ્રેમાનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. આ બાબતે પ્રેમાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પતિ સદાશિવની ધરપકડ કરવામાં આવી હતી. પ્રેમાના પરિવારે સદાશિવ પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રેમાએ તેના પતિના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે સદાશિવને મુક્ત તો કરી દીધો હતો, પરંતુ તેના પર પત્નીને પર ક્રૂરતાના કેસમાં 1 વર્ષ તેમજ આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં 5 વર્ષની સજા ફટકારી હતી. જે સમયો સદાશિવની ઉંમર 23 વર્ષ હતી. અને તેણે તે જ વર્ષે આ કેસની અપીલ High Courtમાં કરી હતી.
High Courtની સુનાવણી
આ કેસની સુમાવણીમાં, ન્યાયાધીશની SM Modakની સિંગલ જજ બેન્ચે શોધી કાઢ્યું કે પ્રેમાએ તેના પતિએ અવાર નવાર તેના કાળા રંગ પર તેમજ તેની રસોઈની આદત પર મજાક ઉડાવતા આત્મહત્યા કરી હતી. ત્યારબાદ Courtએ નિર્ણય આપ્યો કે આવી રીતે મજાક ઉડાવવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નહિ પરંતુ વૈવાહિક જીવનના ઝઘડા કહી શકાય. અને આ બાબતે પતિને કોઈ ગંભીર સજા ન થવી જોઈએ. આમ કહી High Courtએ પતિ સદાશિવને આ કેસમાંથી રાહત આપી હતી. આ સહિત Courtએ પરિણિત મહિલા પ્રત્યે ક્રૂરતા હેઠળ આપવામાં આવેલા અર્થઘટનનો દુરુપયોગ કરવા બદલ Trial Courtની ટીકા પણ કરી હતી.






