મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેદારનાથ પદયાત્રા માર્ગ પર મોટી દુર્ઘટના, પહાડ પરથી ખડકો પડતા ત્રણ લોકોના મોત

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પહાડ પરથી ખડકો પડ્યા હતા, આ ખડકોની ઝપેટમાં ત્રણ યાત્રીઓ ઝપ

કેદારનાથ પદયાત્રા માર્ગ પર મોટી દુર્ઘટના, પહાડ પરથી ખડકો પડતા ત્રણ લોકોના મોત

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પહાડ પરથી ખડકો પડ્યા હતા, આ ખડકોની ઝપેટમાં ત્રણ યાત્રીઓ ઝપેટમાં આવ્યા હતા. આ ત્રણેય યાત્રીઓનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. કેદારનાથ યાત્રા માર્ગ ચીરબાસા પાસે પહાડ પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડ્યા હતા.

પહાડ પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડ્યા

માહિતી મળતાની સાથે જ NDRF, DDR, YMF પ્રશાસનની ટીમ સહિત યાત્રા રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

એક ઘાયલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો

રેસ્ક્યુ ટીમે ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જેઓ મૃત મળી આવ્યા છે અને એક ઘાયલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો