Loksabha Election 2024: શરદ પવાર જૂથે 9 ઉમેદવારોના નામની કરી જાહેરાત, સુપ્રિયા સુલે બારામતીથી લડશે ચૂંટણી
NCP (શરદચંદ્ર પવાર પાર્ટી) એ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ 9 ઉમેદ

NCP (શરદચંદ્ર પવાર પાર્ટી) એ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સુપ્રિયા સુલેનું નામ પણ છે. તે બારામતી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહી છે. અમર કાલેને વર્ધાથી, ભાસ્કર ભગરેને ડિંડોરીથી, અમોલ કાલ્હેને શિરુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
જયારે નિલેશ લંકેને અહેમદનગર, બજરંગ સોનવર્ણાને બીડ, સુરેશ ઉર્ફે બાલ્યા મામા મ્હાત્રેને ભિવંડી, શશિકાંત શિંદેને સાતારા અને શ્રીરામ પાટીલને રાવેર લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બારામતી લોકસભા સીટ પર નણંદ અને ભાભી વચ્ચે જંગ છે. અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને સુપ્રિયા સુલે સામસામે ચૂંટણી લડવા જઈ રહી છે.






