મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડ

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાજુક છે.

અડવાણીને આ વર્ષે જુલાઈ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમને રજા આપવામાં આવી

30 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

1942માં સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી (જે હાલના પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમણે 8 નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો. પીએમ મોદીએ તેમના માટે તેમના શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે, 'શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ વધુ વિશેષ છે કારણ કે તેમને આપણા રાષ્ટ્ર માટે તેમની ઉત્કૃષ્ટ સેવા માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ભારતના સૌથી પ્રશંસનીય રાજકારણીઓમાંના એક છે, જેમણે પોતાને ભારતના વિકાસ માટે સમર્પિત કરી દીધા હતા. તેમની બુદ્ધિમત્તા અને સમૃદ્ધ આંતરદૃષ્ટિ માટે તેઓ હંમેશા આદર પામ્યા છે. હું ભાગ્યશાળી છું કે ઘણા વર્ષો સુધી તેમનું માર્ગદર્શન મળ્યું. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.

લાલકૃષ્ણ અડવાણી 1942માં સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા. તેઓ 1986 થી 1990 સુધી, ફરીથી 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. અડવાણી એવા નેતા છે કે જેમણે પાર્ટીની સ્થાપના (6 એપ્રિલ, 1980) થી સૌથી લાંબા સમય સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે અટલ બિહારી વાજપેયી સરકારમાં 1999 થી 2005 સુધી ભારતના ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કર્યા હતા, પરંતુ પાર્ટી જીતી શકી ન હતી.

આ સમાચાર શેર કરો