'....તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું' : CM યોગીને મળી જાનથી મારી નાખવાની ધમકી
યુપીના CM યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે. એ

યુપીના CM યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે. એક અજાણ્યા નંબર પરથી મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ વિભાગને ફોન કરીને એક વ્યક્તિએ ધમકી આપી છે કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી જેવી થઈ જશે. ગત શનિવારે સાંજે આ ધમકીભર્યો મેસેજ આવ્યા બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે સાંજે આ ધમકી મળી હતી. યુપીના મુખ્યમંત્રીને ધમકી મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર છે. એક તરફ મુંબઈ પોલીસે આ કોલની તપાસ શરૂ કરી છે અને મેસેજ મોકલનાર વ્યક્તિને શોધી રહી છે. બીજી તરફ આ અંગેની વિગતો યુપી પોલીસને મોકલી દેવામાં આવી છે.
આ પણ વાંચો : સલમાન ખાનને ફરી મળી ધમકી, ફોન કરી 2 કરોડ રૂપિયાની માંગી ખંડણી
ઉલ્લેખનીય છે કે, NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની વિજયાદશમીના દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.






