ઈરાન છોડો, જલ્દી કરો! સીઝફાયરના ગણતરીના કલાકોમાં ભારત સરકારની નાગરિકોને કડક સૂચના
Leave Iran, Indian govt issues strict warning to citizens leading up to ceasefire | India Advisory: ઈરાન અને આસપાસના વિસ્તારમાં બદલાતી જતી પરિસ્થિતિને ધ્યાનમ

India Advisory: ઈરાન અને આસપાસના વિસ્તારમાં બદલાતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે આજે(8 એપ્રિલ) એક નવી અને અત્યંત મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરી છે. આ અગાઉ 7 એપ્રિલ 2026ના રોજ પણ સૂચના આપવામાં આવી હતી, જેનો આજના પરિપત્રમાં ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તાત્કાલિક ઈરાન છોડવાની સૂચના
ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓએ વહેલી તકે ઈરાન છોડી દેવો જોઈએ. આ માટે નાગરિકોએ એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા અને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત રૂટનો જ ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
સરહદ પાર ન કરવા તાકીદ
એડવાઈઝરીમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈ પણ ભારતીય નાગરિકે એમ્બેસીની પૂર્વ મંજૂરી કે સંકલન વગર આંતરરાષ્ટ્રીય જમીની સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષાના કારણોસર દૂતાવાસના માર્ગદર્શન હેઠળ જ આગળ વધવું હિતાવહ છે.
૭,૫૦૦ ભારતીયો હજુ પણ જોખમમાં
સરકારી આંકડાઓ મુજબ, યુદ્ધગ્રસ્ત (Conflict-torn) વિસ્તારોમાં હજુ પણ લગભગ ૭,૫૦૦ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. અગાઉ ૭ એપ્રિલે જારી કરાયેલી એડવાઈઝરીમાં ભારતીયોને '૪૮ કલાક સુધી જ્યાં છો ત્યાં જ રહેવા' (Stay where they are) જણાવાયું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા (Evacuation Process) તેજ કરવામાં આવી છે.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો
મુશ્કેલીના સમયે મદદ માટે ભારતીય દૂતાવાસે નીચે મુજબના ઈમરજન્સી મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કર્યા છે:
• મોબાઇલ નંબરો: +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359.
• ઈમેલ: [email protected]








