VIDEO: અમેરિકા-ઈરાન સિઝફાયરની સીધી અસર શેરબજાર પર! સેન્સેક્સમાં 2,700 પોઈન્ટનો ઉછળો
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના સીઝફાયરની (યુદ્ધવિરામ) સીધી અસર શે

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના સીઝફાયરની (યુદ્ધવિરામ) સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ BSEનો 30 શેરોવાળો સેન્સેક્સ 2,700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ પણ ઓપનિંગ સાથે 800 પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી તેજીને કારણે ભારતીય શેરબજાર માટે પોઝિટિવ સંકેતો અગાઉથી જ મળી રહ્યા હતા.
બુધવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત થતા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58ની સરખામણીએ સીધો 77,290ના સ્તર પર ખુલ્યો હતો. ત્યારબાદ માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને તે 77,392ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.



