આજે છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ, આ રીતે ઝડપથી ભરો ITR
આકારણી વર્ષ 2025-26 માટે આઈટીઆર (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ આજે છે. સામાન્ય રીતે ટેક

આકારણી વર્ષ 2025-26 માટે આઈટીઆર (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ આજે છે. સામાન્ય રીતે ટેક્સ ફાઇલિંગની ડેડલાઇન 31 જુલાઈ હોય છે. પરંતુ આવકવેરા વિભાગે આ વર્ષે ટેક્સ ફાઇલિંગ માટે ડેડલાઇન વધારીને 15 સપ્ટેમ્બર કરી દીધી હતી. જો તમે હજુ સુધી રિટર્ન ફાઇલ નથી કર્યું તો તમારી પાસે આજનો દિવસ છે. અહીં અમે તમને રિટર્ન ફાઇલ કરવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ...
આઈટીઆર ફાઇલ કરવાની સરળ રીત
- રિટર્ન ફાઇલ કરવા માટે સૌથી પહેલા income tax e-filing portal પર જાઓ.
- અહીં તમે તમારા પાન નંબર અને પાસવર્ડની મદદથી લૉગ-ઇન કરો.
- હવે અહીં તમારે યોગ્ય આઈટીઆર ફોર્મ પસંદ કરવાનું રહેશે.
- હવે તમારે e-Fileમાં ઉપલબ્ધ 'Income Tax Return' વિકલ્પ પસંદ કરવાનો છે.
- નેક્સ્ટ સ્ટેપમાં તમારે ઓટો-ફિલ્ડ Form 26AS અને AISની સમીક્ષા કરવાની રહેશે.
- જો અહીં કોઈ માહિતી ખોટી હોય તો તમારે તેને એડિટ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે તમારા Form 16ની પણ ચકાસણી કરો અને પછી સબમિટ કરી દો.
- હવે આધાર ઓટીપી અને નેટ બેન્કિંગ દ્વારા તમારા આઈટીઆરને ચકાસો (વેરિફાય) કરો.
આઈટીઆર ફાઇલિંગ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
રિટર્ન ફાઇલ કરવા માટે પગારદાર વ્યક્તિ માટે Form 16, ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ માટે Form 26AS, બેન્ક ખાતાની વિગતો, રોકાણના પુરાવા, વાર્ષિક માહિતી નિવેદન (AIS) વગેરે દસ્તાવેજોની જરૂર પડશે.
સમયસર રિટર્ન ફાઇલ ન કર્યું તો શું થશે?
લેટ ફી
જો તમે સમયસર રિટર્ન ફાઇલ નહીં કરો તો, કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 5,000 રૂપિયા અને કુલ આવક 5 લાખ રૂપિયા સુધી હોય તો 1,000 રૂપિયાનો દંડ લાગશે.
વ્યાજ
તમારે કલમ 234A હેઠળ કોઈપણ બાકી ટેક્સ (Unpaid Taxes) પર દર મહિને (અથવા તેના ભાગ) 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.








