Indian Railways: અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શિફ્ટ કરેલી ટ્રેનોનું ફરી ત્યાંથી જ સંચાલન કરાશે, જાણો સ્ટોપેજ અને સમય
Indian Railways: અમદાવાદ રે

Indian Railways: અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના પુનઃવિકાસ કાર્યોને પગલે પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનના ટર્મિનલ અમદાવાદથી હંગામી ધોરણે બદલીને મણિનગર, વટવા અને અસારવા સ્ટેશને શિફ્ટ કર્યા હતા. જો કે, હવે કેટલીક ટ્રેનોના ટર્મિનલ ફરી રાબેતા મુજબ અમદાવાદ સ્ટેશને શિફ્ટ કરાયા છે, તો કેટલીક ટ્રેનોના ટર્મિનલ સાબરમતી સ્ટેશન પર યથાવત્ રખાયા છે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ તેમજ સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.go.inની મુલાકાત લઈ શકે છે.

