Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : VIDEO: Workers and officials injured after explosion at biogas plant in Amul Dairy, Anand

VIDEO: આણંદની અમૂલ ડેરીમાં બાયો ગૅસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ કામદારો સહિત અધિકારીઓ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આણંદ શહેરની અને વિખ્યાત અમૂલ ડેરીમાં આજે બપોર બાદ એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ડેરીની પાછળ આવેલા બાયોગેસની લાઇનના બલૂનમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલાક કામદારો અને અધિકારીઓ સહિત સહિત ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. જેથી તાબડતોબ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

App Store

અમૂલ ડેરીના Etp પ્લાન્ટ પાસે વેલ્ડીંગની કામગિરી દરમિયાન દુર્ઘટના બની હોવાની ચર્ચા છે. અમૂલ ડેરીમાં વિસ્ફોટની ઘટનાનો અવાજ આસપાસ સાંભળી લોકોમાં ભયનો માહોલ થયો હતો. પાંચ કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે હજુ ડેરી તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી. આજે જ હતી અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું. જેથી અનેક નેતાઓનો અમૂલ ડેરીમાં જમાવડો થયો હતો.