મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમીન સંબંધિત મુખ્ય સુધારાઓ માટે ફાળવ્યું બજેટ, શહેરોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે

આ વખતના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જમીનને લગતા કેટલાક સુધારાની જાહેરાત કરવામાં આવી

જમીન સંબંધિત મુખ્ય સુધારાઓ માટે ફાળવ્યું બજેટ, શહેરોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે

આ વખતના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જમીનને લગતા કેટલાક સુધારાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, 'સરકાર આર્થિક નીતિઓનું માળખું તૈયાર કરશે. જેથી આવનારી પેઢીનો પણ ઝડપી વિકાસ થઈ શકે. આ માટે ઉત્પાદન, જમીન, શ્રમ અને મૂડીના તમામ પરિબળોને આવરી લેવા જરૂરી છે. આ માટે કેન્દ્ર અને રાજ્યો બંનેનો સહયોગ જરૂરી છે.'

ગ્રામીણ જમીન સંબંધિત ફેરફારોમાં તમામ જમીન માટે યુનિક આધાર, નકશાનું ડિજિટલાઈઝેશન, જમીનનો સર્વે અને નોંધણી જેવા પગલાં લેવામાં આવશે.

જમીન સંબંધિત મુખ્ય સુધારા

જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે
શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન, શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર
ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર અપાશે.
ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધણી કાર્યાલયની સ્થાપન કરવામાં આવશે.

નોંધનીય છે કે, સરકાર જમીનની નોંધણીને લગતા વિવાદોના ઉકેલ લાવવા તરફ અગ્રેસર છે. જમીન નોંધણીનું ડિજિટલાઈઝેશન થાય અને પ્લોટ આઇડેન્ટિફિકેશન થાય એ જરૂરિયાતને ઓળખીને એ તરફ પગલાં લેવામાં આવશે.

ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતો

- કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી
- બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે
- તેલિબિયાંના ઉત્પાદન, સ્ટોરેજ અને માર્કેટિંગ માટે 10,000 બાયો ઈનપુટ સેન્ટરની સ્થાપના કરાશે
- કૃષિ અને બાગાયતી પાકની 109 વધુ ઉપજ આપતી અને આબોહવા અનુકુળ જાત લૉન્ચ કરાશે
- દેશના વધુ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે

 નાણા મંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) પર મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવામાં મદદ કરે છે. ઓછા વ્યાજદરના લીધે ખેડૂતોને લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડે છે. ખેડૂતોને કૃષિ કાર્યો માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતગર્ત ખેડૂતોને 4 ટકાના દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતગર્ત ખેડૂતોને સરળતાથી લોન મળી જાય છે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ 9% નું વ્યાજદર હોય છે. આ યોજનામાં 2% ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. જો એક વર્ષ પુરૂ થતાં જ ખેડૂતો લોન ચૂકવી દે છે તો ખેડૂતોને 3 ટકાની વધારાની છૂટ આપવામાં આવે છે. આ પ્રકારે આ લોનનું વ્યાજ દર ફક્ત 4 ટકા રહે છે. એટલા માટે દેશની સૌથી લોન કહેવામાં આવે છે, જે ભારતના ખેડૂતોને મળે છે.

મળે છે આ ફાયદા

મોટા વ્યાજથી બચવા માટે ખેડૂત ભાઇઓ આ કાર્ડનો ઉપયોગ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે18 થી 75 વર્ષ સુધી ઉંમર હોવી જોઇએ. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતગર્ત મૃત્યું અથવા કાયમી વિકલાંગતાની સ્થિતિમાં 50,000 રૂપિયા સુધીનું કવરેજ અને અન્ય જોખમો માટે 25,000 રૂપિયા સુધીનું કવરેજ આપવામાં આવે છે. આ યોજના અંતગર્ત ખેડૂતોને એક બચત ખાતું, સ્માર્ટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ 3 વર્ષ માટે માન્ય હોય છે અને ખેડૂત પાકની લણ્યા બાદ પોતાની લોન ચૂકવી શકે છે. 

આ સમાચાર શેર કરો