મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારની હોટ સીટ સારણ બેઠક પર જામશે જંગ, રોહિણી આચાર્ય સામે લાલુ યાદવે નોંધાવી ઉમેદવારી

લોકસભા 2024ના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિ

બિહારની હોટ સીટ સારણ બેઠક પર જામશે જંગ, રોહિણી આચાર્ય સામે લાલુ યાદવે નોંધાવી ઉમેદવારી

લોકસભા 2024ના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ (શુક્રવારે) થયું હતું. ત્યારે હવે રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાને લઈને તૈયારીમાં લાગી ગયા છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે સારણ બેઠક પર રોહિણી આચાર્યને ટિકિટ આપી છે. હવે લાલુ યાદવે રોહિણી આચાર્ય સામે ઝંપલાવતા ઉમેદવારી નોંધાવી છે.

લાલુ યાદવે સારણ બેઠક પરથી ઝંપલાવ્યું

લોકસભાની ચૂંટણીમાં બિહારની સૌથી હોટ બેઠક ગણાતી સારણ બેઠક આ વખતે નવા કારણોને કારણે ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવની દિકરી રોહિણી આચાર્યએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે હવે લાલુ યાદવે આ બેઠક પરથી ઝંપલાવ્યું છે. અને નામાંકન દાખલ કર્યું છે. હા, તમે વાંચ્યું તે સાચું છે.

RJPની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી

જોકે, આ લાલુ યાદવ રોહિણીના પિતા નથી પરંતુ આ જ નામની અન્ય વ્યક્તિ છે. જે સારણ લોકસભા મતવિસ્તારના મરહૌરા વિધાનસભા ક્ષેત્રના રહેવાસી છે. તેઓ વર્ષ 2001થી ગામડાના વોર્ડથી લઈને MLA, MLC, MP સુધી ચૂંટણી લડી રહ્યા છે. આટલું જ નહીં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ બે વખત ઉમેદવારી નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો છે. અગાઉની તમામ ચૂંટણીઓમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે રાષ્ટ્રીય જન સંભવના પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો