મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કુંભકર્ણ મોટો ટેકનોક્રેટ, 6 મહિના ઉંઘવાની વાત ખોટી: રાજ્યપાલ આનંદીબેનનો દાવો 

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રામાયણમાં રાવણના ભાઈના કુંભકર્ણને લઈને મોટો

કુંભકર્ણ મોટો ટેકનોક્રેટ, 6 મહિના ઉંઘવાની વાત ખોટી: રાજ્યપાલ આનંદીબેનનો દાવો 

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રામાયણમાં રાવણના ભાઈના કુંભકર્ણને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે લોકો કહે છે કે કુંભકર્ણ છ મહિના ઉંઘતો હતો પરંતુ આ ખોટું છે. કુંભકર્ણ એક ટેકનિકલ નિષ્ણાત હતો. જે છ મહિના સુધી તેની વર્કશોપમાં ગુપ્ત રીતે સાધનો બનાવતો હતો. તેણે દાવો કર્યો હતો કે રાવણે તેને બહાર આવવાની મનાઈ કરી હતી જેથી આ ટેક્નોલોજી અન્ય લોકો સુધી જાય નહીં.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લોહિયાળ બની, અમરાવતીમાં BJP MLAની બહેન પર છરીથી હુમલો

આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, 'આપણી સામે મૂકવામાં આવ્યું છે કે કુંભકર્ણ છ મહિના સૂતો હતો અને છ મહિના જાગતો હતો. પરંતુ તે સાચું નથી. તે  એક મહાન ટેકનોક્રેટ હતા. ટેકનોલોજીના જાણકાર હતા અને ગુપ્ત રીતે સાધનો બનાવતો હતો.

પુરસ્કારો કરતાં જ્ઞાન વધુ મહત્વનું છે

હકિકતમાં યુપીના રાજ્યપાલે સોમવારે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ભાષા યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે 149 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને 1430 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે ડિગ્રી અને મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને સંબોધતા આ વાત કહી હતી. દીક્ષાંત સમારોહમાં છોકરીઓએ સૌથી વધુ મેડલ મેળવતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મહેનત કરવી એ આપણી ફરજ છે અને પુરસ્કારો કરતાં જ્ઞાન વધુ મહત્વનું છે.હંમેશા ઉપયોગી છે. હંમેશા વાંચન કરવું જોઈએ. પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકોનો લાભ પણ લેવો જોઈએ.

આપણા પ્રાચીન ગ્રંથોમાં અસંખ્ય જ્ઞાન છુપાયેલું છે

આનંદીબેન પટેલે ઈતિહાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વિદેશથી લોકો આવીને અમારી ટેક્નોલોજીનો અભ્યાસ કરીને ઘણી શોધના આવિષ્કાર પોતાના નામે કરી લીધા છે. રાજ્યપાલે કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ અનેક સંશોધનો અને આવિષ્કારો કર્યા છે, આજે વિશ્વ તેનો લાભ લઈ રહ્યું છે. ઋષિ ભારદ્વાજનું ઉદાહરણ આપતા રાજ્યપાલે કહ્યું કે, તેમણે વિમાનની શોધ કરી હતી, પરંતુ તેનો શ્રેય બીજા દેશને મળ્યો. આ શોધ હવે રાઈટ બ્રધર્સની માનવામાં આવે છે. રાજ્યપાલે કહ્યું કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અસંખ્ય જ્ઞાન છુપાયેલું છે, જેને વાંચવા અને સમજવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ.

પ્રાચીન પુસ્તકોનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે

ગવર્નર આનંદીબેન પટેલે યુનિવર્સિટીને નિર્દેશ આપ્યો કે, વિદ્યાર્થીઓને આપણા પ્રાચીન પુસ્તકોનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે, જેથી તેઓ સમજી શકે કે આપણા પૂર્વજોએ કયા અનોખા સંશોધનો અને શોધો કરી હતી. કારણ કે આ પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. રામપુર રઝા પુસ્તકાલયનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે કહ્યું કે આ પુસ્તકાલયમાં પ્રાચીન પુસ્તકોનો અમૂલ્ય સંગ્રહ છે, જેમાં ચિત્રો છે જે આજે પણ જીવંત છે. આ પેઇન્ટિંગ્સમાં ઉપયોગમાં લેવાતા રંગો છોડ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જે આજે પણ એવા જ તરોતાજા છે. સહેજ પણ ઝાંખપ આવી નથી.

આ સમાચાર શેર કરો