જમ્મુ કાશ્મીર: કુલગામમાં ત્રણ દિવસથી એન્કાઉન્ટર ચાલું, અત્યાર સુધી 3 આતંકી ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં છેલ્લા ત્રણ દિવસથી સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલું છે. કહેવામાં આવે છ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં છેલ્લા ત્રણ દિવસથી સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલું છે. કહેવામાં આવે છે કે તે આ વર્ષનું સૌથી મોટું ઓપરેશન છે જેમાં અત્યાર સુધી ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ ઓપરેશનનું મહત્ત્વ આ વાતથી સમજી શકાય છે કે તેમાં હાઇટેક સર્વિલાન્સ સિસ્ટમ અને સ્પેશ્યલ પેરા ફોર્સને પણ સામેલ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરના અખલ વન ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એવા ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકીઓ ત્યા સંતાયેલા છે.
ઓપરેશન મહાદેવમાં પહેલગામના દોષિતોને ઠાર મરાયા હતા
આ ઓપરેશન પહેલા સેનાએ પહેલગામના દોષિતોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. સેના અને પોલીસે મળીને ઓપરેશન મહાદેવને અંજામ આપ્યો હતો જેના દ્વારા સુલેમાન, અફઘાન, જિબ્રાન નામના આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ઓપરેશન મહાદેવની પૃષ્ટી કરી હતી. અમિત શાહ તરફથી સંસદમાં વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું હતું કે 22 એપ્રિલે IB પાસે હ્યુમન ઇન્ટેલ આવી હતી. દાચીગામ વિસ્તારની અંદર આતંકીની જાણકારી મળી હતી.22 જુલાઇ સુધી આ જાણકારીના સ્પષ્ટીકરણ માટે પ્રયાસ કરવામાં આવતા હતા. ઊંચાઇ પર સિગ્નલ મેળવવા માટે સેનાના જવાન ફરતા રહ્યાં હતા. 22 જુલાઇએ સેન્સરના માધ્યમથી આતંકીઓની પૃષ્ટી થઇ હતી. પોલીસ અને સેનાના જવાનોએ આતંકીઓને ઘેરવાનું કામ કર્યું હતું.અમિત શાહે એમ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF અને સેનાએ જોઇન્ટ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આતંકીઓ પાસેથી ત્રણ રાઇફલ મળી આવી હતી.








