મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જાણો કોણ છે દગ્ગુબતી પુરંદેશ્વરી? 18મી લોકસભામાં સ્પીકરની રેસમાં સૌથી આગળ છે નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરક

જાણો કોણ છે દગ્ગુબતી પુરંદેશ્વરી? 18મી લોકસભામાં સ્પીકરની રેસમાં સૌથી આગળ છે નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. રવિવારે પીએમ સહિત 72 મંત્રીઓએ શપથ લીધા. મંત્રીઓની યાદીમાંથી આંધ્રપ્રદેશનું એક મોટું નામ ગાયબ હતું ત્યારે તે એક મોટું આશ્ચર્ય હતું. તે નામ હતું આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને રાજમુંદરીના સાંસદ દગ્ગુબતી પુરંદેશ્વરી. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે, ભાજપે પુરંદેશ્વરીને મોટી જવાબદારી આપવાનું આયોજન કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુરંદેશ્વરીને 18મી લોકસભાનાં સ્પીકર બનાવવામાં આવી શકે છે. તેઓ લોકસભા સ્પીકર બનવાની રેસમાં સૌથી આગળ છે. જો પુરંદેશ્વરી લોકસભાનાં સ્પીકર તરીકે ચૂંટાય છે, તો તે આ પદ સંભાળનાર આંધ્રના બીજા સાંસદ હશે. તેમના પહેલા અમલપુરમના પૂર્વ સાંસદ ગંતિ મોહન ચંદ્ર (GMC) બાલયોગી 12મી લોકસભામાં સ્પીકર રહી ચૂક્યા છે. બાલયોગી જ્યારે લોકસભાના સ્પીકર હતા ત્યારે 2002માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

કોણ છે દગ્ગુબતી પુરંદેશ્વરી?

દગ્ગુબતી પુરંદેશ્વરી 2023થી આંધ્ર પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સ્થાપક NTRનાં દીકરી છે. પુરંદેશ્વરી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યાં છે. પુરંદેશ્વરીએ 2024ની ચૂંટણી માટે આંધ્રમાં ટીડીપી અને જનસેના સાથે બીજેપીનું ગઠબંધન કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લોકસભા ચૂંટણીમાં આંધ્રમાંથી NDAના 21 સાંસદો ચૂંટાયા હતા. જેમાંથી 16 ટીડીપીના, ત્રણ ભાજપના અને બે જનસેનાના છે. વિધાનસભા ચૂંટણીમાં પણ NDAએ 175માંથી 164 બેઠકો જીતી હતી.

રાજમુન્દ્રીથી સાંસદ તરીકે ચૂંટાયા પહેલા પુરંદેશ્વરીએ કોંગ્રેસ વતી 2004માં બાપટલા અને 2009માં વિશાખાપટ્ટનમનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2014માં જ્યારે આંધ્રનું વિભાજન થયું ત્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. જ્યારે આંધ્રપ્રદેશમાં ભાજપને પ્રવેશ કરવો મુશ્કેલ હતો, ત્યારે પુરંદેશ્વરીને જવાબદારી સોંપવામાં આવી હતી. પુરંદેશ્વરીએ પક્ષને આઠ વિધાનસભા બેઠકો (ભાજપે 10 ​​લડ્યા) અને ત્રણ લોકસભા બેઠકો (ભાજપે 6 બેઠકો)માં જીત અપાવી. દગ્ગુબતી પુરંદેશ્વરી જે બોલે છે તે પૂરા અધિકારથી બોલે છે. તેમના પ્રવચનમાં ભાવનાત્મકતાનો સ્પર્શ જોવા મળે છે. મીડિયામાં તેઓ 'દક્ષિણની સુષ્મા સ્વરાજ' તરીકે જાણીતાં છે.

આ સમાચાર શેર કરો