VIDEO : કુલ્લુ-મનાલી હાઇવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ: અસહ્ય ગરમીથી બચવા પ્રવાસીઓનો ભારે ધસારો
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓનો ભારે ધસારો

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મનાલી અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ માનિકરણને જોડતા હાઇવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમીથી બચવા માટે હજારો પ્રવાસીઓ પહાડો તરફ વળ્યા છે. સાંકડા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારોને લીધે ટ્રાફિક ગોકળગાયની ગતિએ સરકી રહ્યો છે. કલાકો સુધી જામમાં ફસાયેલા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વાહનવ્યવહારને હળવો કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




