VIDEO:કોલકાતા ભીંજાયું, ગરમીથી છુટકારો
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે લોકોને કાળ


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે સવારે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં 5 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ એક કલાકમાં શહેરમાં 23 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે ડમડમ અને સોલ્ટ લેક જેવા નજીકના વિસ્તારોમાં અનુક્રમે 60 મીમી અને 41 મીમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો. તેજ પવનોને કારણે મહત્તમ તાપમાન ઘટીને 32.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, જે છેલ્લા ત્રણ અઠવાડિયામાં સૌથી ઓછું છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અગાઉ, મે મહિનાના અંતમાં આવેલા તોફાન ને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવા અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સર્જાઈ હતી.



