મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બંધારણને નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે?' ખડગે ભાજપ પર ભડક્યા

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઇ હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બંધારણ પર ચર્ચાની શરૂઆત કરી હતી

'બંધારણને નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે?' ખડગે ભાજપ પર ભડક્યા

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઇ હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બંધારણ પર ચર્ચાની શરૂઆત કરી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને વળતો જવાબ આપ્યો હતો.

બંધારણને નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે?

ખડગેએ કહ્યું કે તમે સમાજવાદની વાત કરો છો, તમે તેને ભણો. જે લોકો ઝંડાથી, અશોક ચક્રથી, બંધારણથી નફરત કરે છે, આ લોકો આજે અમને પાઠ ભણાવી રહ્યાં છે. બંધારણ જ્યારે બન્યું તે સમયે બંધારણને સળગાવનારા આ જ લોકો છે. જે દિવસે બંધારણ લાગુ થયું રામલીલા મેદાનમાં નેહરૂ, બાબાસાહેબ અને મહાત્મા ગાંધીનું પુતળુ રાખીને રામલીલા મેદાનમાં આ લોકોએ સળગાવ્યા હતા, શરમ આવવી જોઇએ, ઇતિહાસ ભણો. બંધારણ બન્યા બાદ તમે લોકોએ કેવી કેવી વાતો બંધારણ વિશે કહી છે. ખડગેને સભાપતિએ કહ્યું કે જે પુસ્તક તમે બતાવ્યું છે તેને હું વાંચીશ પછી પાછું આપી દઇશ. ખડગેએ કહ્યું કે અત્યારે જ લો, વાંચીને પાછુ આપી દેજો કારણ કે આ પુસ્તક આજકાલ મળતું નથી.

RSSએ 2002માં કોર્ટના આદેશ પર મજબૂરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો પડ્યો- ખડગે

ખડગેએ કહ્યું કે આ સંવિધાન એવું નથી બન્યું. સ્વતંત્રતા સંગ્રામમાંથી બનાવેલ છે. નેહરુએ બંધારણને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. મહાત્મા ગાંધીએ આ નિવેદન આપ્યું હતું કે પંડિત નેહરુએ મને અન્ય બાબતોની સાથે બંધારણ સભાની રચનાથી થતી અસરોનો અભ્યાસ કરવાની ફરજ પાડી છે. ગાંધી, નેહરુ, આંબેડકર, તમે જે સાંભળવા માંગો છો તે સાંભળવા માંગતા નથી. તમે તથ્યોને વિકૃત કરીને ભ્રમિત કરવા માંગો છો. તે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી છે અને  અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જે પણ આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરે છે તે લોકશાહીમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને વિશ્વમાં મોટું નામ બનાવે છે. અહીં લોકશાહી ખતમ કરવાની વાત છે. તમે ગમે તે વિચારધારાના છો, શા માટે તમે તેને વારંવાર બદલો છો? હું 1969થી એક જ પાર્ટીમાં છું. આ હૃદય પરિવર્તન ક્યારે થયું તે ખબર નથી. 2024ની ચૂંટણી પછી થયું કે ક્યારે થયું, મને ખબર નથી. RSSના નેતાઓએ બંધારણનો વિરોધ કર્યો હતો કારણ કે આ મનુસ્મૃતિ પર આધારીત નહતું. ઓર્ગેનાઇઝરે તેને લઇને તંત્રીલેખ પણ લખ્યો હતો. તેઓએ ન તો બંધારણ સ્વીકાર્યું કે ન તો ત્રિરંગો ધ્વજને માન્યો હતો અને આ કારણે 26 જાન્યુઆરી 2002માં કોર્ટના આદેશ પર સંઘના મુખ્યાલય પર તિરંગો ફરકાવવાની ફરજ પડી.આપણું બંધારણ દરેક વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. ભેદભાવને કોઈ અવકાશ નથી પરંતુ બંધારણ ખતરામાં છે. આવનારી પેઢીઓ માટે તેને સાચવવા માટે આપણે સાવધ રહેવું પડશે. ખબર નહીં ક્યારે તેમનો ઇરાદો બદલાશે.

આ પણ વાંચો: 'કોંગ્રેસે વંશવાદ માટે બંધારણમાં સંશોધન કર્યું', રાજ્યસભામાં નિર્મલા સીતારમણના પ્રહાર

બંધારણને મજબૂત કરવા માટે તમે 11 વર્ષમાં શું કર્યું? ખડગેએ પૂછ્યો સરકારને સવાલ

ખડગેએ કહ્યું કે આ નારા લગાવનારા લોકો દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ જુઠ્ઠું બોલે છે અને જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે તેઓ ગોવેલ કરતાં સો ગણું વધારે જુઠ્ઠું બોલે છે. એવું કહેવાય છે કે જો તમે સો વખત જૂઠું બોલો તો તે પણ સત્ય બની જાય છે. તમે બંધારણને મજબૂત કરવા માટે 11 વર્ષમાં શું કર્યું તે જણાવતા તો સારું હોત. કોવિડમાં, તમને NREGA અને ખાદ્ય સુરક્ષાનો આશ્રય મળ્યો. આ કામ છે.

આ સમાચાર શેર કરો