'કોંગ્રેસે વંશવાદ માટે બંધારણમાં સંશોધન કર્યું', રાજ્યસભામાં નિર્મલા સીતારમણના પ્રહાર
લોકસભામાં બંધારણ પર ચર્ચાનો પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઇ રહી છે અને તેન

લોકસભામાં બંધારણ પર ચર્ચાનો પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઇ રહી છે અને તેની શરૂઆત નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી છે. નિર્મલા સીતારમણે આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
અમે એક રૂપિયો મોકલીએ છીએ અને એક રૂપિયો જ પહોંચે છે- નિર્મલા સીતારમણ
નાણા મંત્રીએ બેન્કોના રાષ્ટ્રીયકરણના સમયનો ઇન્દિરા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે જે પણ વાતો કહી હતી તેમાંથી એક પણ લક્ષ્ય અચીવ કરવામાં આવ્યો નહતો. જનધન ખાતા, પીએમ મુદ્દા અને આ બધુ મોદી સરકરામાં થઇ શક્યું. એક પૂર્વ વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે અમે અહીંથી એક રૂપિયો મોકલીએ છીએ અને 15 પૈસા પહોંચી શકે છે. ટેકનિકનો ઉપયોગ કરી DBT દ્વારા અમે એક રૂપિયો મોકલીએ છીએ અને એક રૂપિયો જ પહોંચે છે.
કોંગ્રેસે ચાર દાયકા બરબાદ કર્યા- નાણા મંત્રી
નાણા મંત્રીએ અરવિંદ પાનગઢિયાના પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસે કોટા અને લાઈસન્સ રાજ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને કંટ્રોલ કરી છે. ચાર મહત્ત્વપૂર્ણ દાયકા દેશના બરબાદ કરી નાખ્યા અને તે બાદ તેમાં બદલાવ કર્યો. નિર્મલા સીતારમણે કહ્યું કે તેમને ગરીબી હટાવોનો નારો આપ્યો પરંતુ હટાવી ના શક્યા. પીએમ મોદીએ 2047 સુધી વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે અને તેના પર કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા, પીએમ મોદીએ કહ્યું '75 વર્ષની લોકતાંત્રિક યાત્રા અસાધારણ ઉપલબ્ધિ’
વિપક્ષને જેલમાં નાખી બંધારણની પ્રસ્તાવનામાં છેડછાડ કરવામાં આવી- નિર્મલા સીતારમણ
નાણા મંત્રીએ બંધારણ પર ચર્ચાની શરૂઆત કરતા કહ્યું કે બંધારણની પ્રસ્તાવનામાં સંશોધન કરી સેક્યૂલર અને સોશિયાલિસ્ટ શબ્દ જોડવામાં આવ્યા. વિપક્ષને જેલમાં નાખીને આમ કરવામાં આવ્યું. લોકસભામાં તેમના કેટલાક સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં તો વિપક્ષ જ નહતો, નાણા મંત્રીએ મીસા હેઠળ વિપક્ષી સાંસદોની ધરપકડને લઇને પણ કોંગ્રેસને ઘેરી હતી.
નાણા મંત્રી પર ખડગેનો કટાક્ષ
વિપક્ષ તરફથી વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચર્ચાની શરૂઆત કરી હતી. ખડગેએ ઇન્દિરા ગાંધીની સરકારના સમયે બાંગ્લાદેશની આઝાદીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે એક લાખ લોકોને કેદ કરવા આસાન કામ નહતું પરંતુ આયરન લેડી ઇન્દિરા ગાંધીએ જણાવી દીધુ કે અમારી નજીક આવ્યા તો છોડવામાં નહીં આવે. અમે તો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણ્યા છીએ, તે JNUમાં ભણેલા છે. અંગ્રેજી પણ સારી હોઇ શકે છે તેમની પરંતુ કરતૂત સારી નથી. અહમદ ફરાઝની શાયરી 'તુમ ખંજર ક્યો લહરાતે હો...'થી ખડગેએ સરકાર પર કટાક્ષ કર્યો હતો.








