'મહાકુંભમાં લઇશું બદલો',પીલીભીત એન્કાઉન્ટર મુદ્દે પન્નુએ CM યોગીને આપી ધમકી
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક દિવસ પહેલા 3 ખાલિસ્તાની આતંકીઓના એન્કાઉન્ટર બાદ હવે અમેરિકામાં બેઠેલા

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક દિવસ પહેલા 3 ખાલિસ્તાની આતંકીઓના એન્કાઉન્ટર બાદ હવે અમેરિકામાં બેઠેલા ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ યોગી સરકારને બદલો લેવાી ધમકી આપી છે. પન્નુએ પ્રયાગરાજમાં આગામી મહાકુંભ મેળામાં તેનો બદલો લેવાની જાહેરાત કરી છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને 5 લાખની મદદની સાથે અલગ ખાલિસ્તાન બનાવવાની માંગ કરી છે.
પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ઝેર ઓક્યું છે. પન્નુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યના અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન પર પ્રહાર કર્યા છે. પન્નુએ કહ્યું કે આ મહાકુંભ 2025 આ હિન્દુત્ત્વનો અંતિમ મહાકુંભ કરી દઇશું.
મહાકુંભમાં 3 તારીખ પર આપી ધમકી
પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપી છે. તે કહે છે- વાહેગુરૂજી દા ખાલસા, વાહેગુરૂજી દી ફતેહ! પન્નુએ મહાકુંભમાં ત્રણ તારીખો પર બદલો લેવાની ધમકી આપી છે. પન્નુએ 14 જાન્યુઆરી 2025 મકરસંક્રાંતિના દિવસે પ્રથમ શાહી સ્નાન, 29 જાન્યુઆરી 2025માં મૌની અમાવસ્યા બીજુ શાહી સ્નાન) અને 3 ફેબ્રુઆરી 2025એ વસંત પંચમી (ત્રીજુ શાહી સ્નાન) ધમકી આપી છે.
પન્નુએ ત્રણ મૃતકોના પરિવારજનોને 5-5 લા રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. પન્નુએ 1991ના પીલીભીત ફેક એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા પંજાબની આઝાદી અને ખાલિસ્તાની આંદોલનનો જૂનો રાગ આલાપ્યો છે.
પીલીભીતમાં 3 ખાલિસ્તાનીઓને કર્યા ઠાર
એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના પીલીભીમાં પંજાબમાં ગ્રેનેડ હુમલાના આરોપી 3 ખાલિસ્તાની આતંકી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. યુપી પોલીસ અને પંજાબ પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણેય આતંકી ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્ય હતા, તેમની પાસેથી બે એકે-47 સહિત કેટલાક હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા, તેમની ઓળખ ગુરદાસપુરના ગુરવિંદર સિંહ, રવિ અને જસપ્રીતના રૂપમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમેરિકામાં શૂટઆઉટ:ડ્રગ્સ માફિયા સુનીલ યાદવની હત્યા; ગુજરાતમાં 300 KG ડ્રગ્સ વેચવાનો હતો આરોપ
અમેરિકામાં છે આતંકી પન્નુ
મહત્ત્વપૂર્ણ છે કે ભારત વિરોધી ગતિવિધિમાં સામેલ ખાલિસ્તાની આતંકી અને ગુરપતવંતસિંહ પન્નુ વિરૂદ્ધ નેશનલ તપાસ એજન્સી 6 કેસની તપાસ કરી રહી છે. પન્નુ પર આરોપ છે કે તે ખાલિસ્તાની સમર્થક ગતિવિધિમાં સામેલ છે અને ભારત સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે.
અમેરિકામાં રહેતો પન્નુ પ્રથમ વખત 2015માં ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં આવ્યો હતો જ્યારે તેને શિખ પ્રવાસીઓ વચ્ચે 'રેફરેન્ડમ 2020'નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પંજાબમાં ખાલિસ્તાન સમર્થક એલિમેન્ટ વધી હતી જેના પર ખંડણી અને ધાર્મિક અને રાજકીય નેતાઓની હત્યાનો આરોપ હતો.







