મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, ભાજપના 100થી વધુ ભગવાધારી AAPમાં જોડાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપતા મોટો દાવ ખેલ્યો છ

VIDEO: દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, ભાજપના 100થી વધુ ભગવાધારી AAPમાં જોડાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપતા મોટો દાવ ખેલ્યો છે. આપ અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પુજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પુજારીઓ, ધર્મગુરૂઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજના અંતર્ગત ભાજપના મંદિર પ્રકોષ્ઠના લગભગ 100થી વધુ ધર્મગુરૂઓ આપમાં જોડાયા છે. આપના મંચ ઉપર અનેક ભગવાધારી સાધુ સંતો જોવા મળ્યા. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં બંગલાની બબાલ/ સીએમ આવાસ પહોંચવાની AAP નેતાની જીદ, પોલીસે રસ્તો રોકતા થઈ ગરમાગરમી

કેજરીવાલની આમ આદમી પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે, તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠ (BJP Temple Cell)ના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે. દિલ્હીના તમામ પુજારી અમને સમર્થન આપવા સાથે આશીર્વાદ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ રમેશ બિધુડીની ટિકિટ છિનવાઈ જશે? ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

કેજરીવાલની સ્કીમ કામ કરી ગઈ

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં પોતાની સરકાર ફરી રચાય તો મંદિરના પુજારીઓ અને ગ્રંથીઓને રૂ. 18000ની સહાય આપતી પુજારી ગ્રંથી સન્માન રાશિ સ્કીમ જાહેર કરી હતી. આ જાહેરાતના કારણે અનેક મંદિર સંસ્થાન સાથે જોડાયેલા લોકો આપને સમર્થન આપતાં જોવા મળ્યા છે. આજે વિજય શર્મા, આચાર્ય બ્રિજેશ શર્મા, મનિષ ગુપ્તા, દુષ્યંત શર્મા, ઉદયકાંત જ્હાં, વિરેન્દ્ર, સોહનદાસ, શ્રવણદાસ આપમાં જોડાયા છે. આ તમામ સભ્યો સનાતન સેવા સમિતિના સભ્ય બનશે.

અરવિંદ કેજરીવાલે કરી હતી જાહેરાત

અરવિંદ કેજરીવાલે પુજારી ગ્રંથી સન્માન રાશિ સ્કીમ જાહેર કરતાં નિવેદન આપ્યું હતું કે, 'સનાતન ધર્મ માટે ખૂબ મોટુ કામ કરવા જઈ રહ્યો છું. પુજારી અને સંત 24 કલાક કામ કરે છે, લોકો અને ભગવાન વચ્ચે સેતુની જેમ કામ કરતાં લોકોની સેવા કરવાની તક મળી છે. હું પોતાને ભાગ્યવાન માનું છું. મને જાણવા મળ્યું છે કે, ભાજપનું મંદિર પ્રકોષ્ઠ છે. આ સંસ્થાન સાથે જોડાયેલા લોકોને ભાજપ વચનો આપે છે, પરંતુ પૂરા કરતુ નથી. આમ આદમી પાર્ટી જે બોલે છે, તે કરે છે. અમે જાહેરાત કરવામાં વિલંબ જરૂર કર્યો છે, પરંતુ એકવાર જાહેરાત કરી દીધા બાદ અમે પાછળ નહીં હટીએ.'

આ સમાચાર શેર કરો