મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં બંગલાની બબાલ/ સીએમ આવાસ પહોંચવાની AAP નેતાની જીદ, પોલીસે રસ્તો રોકતા થઈ ગરમાગરમી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે બંગલા પર રાજકારણ તેજ થઈ ગયું છે. AAPના

દિલ્હીમાં બંગલાની બબાલ/ સીએમ આવાસ પહોંચવાની AAP નેતાની જીદ, પોલીસે રસ્તો રોકતા થઈ ગરમાગરમી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે બંગલા પર રાજકારણ તેજ થઈ ગયું છે. AAPના નેતાઓ પહેલા સીએમ આવાસ પર જઈને અંદર જવાની જીદ કરીને રસ્તા પર બેસી ગયા. તે પછી પીએમના નિવાસસ્થાને જવાનું કહીને નીકળ્યા તો પોલીસે તેમને ત્યાં પણ રસ્તામાં રોક્યા હતા. આ દરમિયાન ભાજપના નેતાઓ પણ બંગલા વિવાદમાં કૂદી પડ્યા અને સીએમ આતિષીના બંગલે પહોંચી ગયા. અને ભાજપે આતિશીને બંગલાદેવી કહ્યા.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ રમેશ બિધુડીની ટિકિટ છિનવાઈ જશે? ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આમ આદમી પાર્ટી  સીએમ આવાસને શીશમહેલ કહેવા બદલ ભાજપ પર પ્રહારો કરી રહી છે. AAPના બે વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ બુધવારે (8 જાન્યુઆરી) મુખ્યમંત્રી નિવાસસ્થાન બતાવવા 6 ફ્લેગ સ્ટાફ માર્ગ પર પહોંચ્યા હતા.

AAP નેતાને 6 ફ્લેગ સ્ટાફ માર્ગ પર સ્થિત સીએમ આવાસમાં જતા અટકાવવામાં આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ બંને નેતાઓને રોકવા માટે બેરિકેડીંગ કરવામાં આવ્યું હતું. આ પછી આમ આદમી પાર્ટીના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.
 
સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજને રોકવામાં આવતા તેઓએ સીએમ આવાસની બહાર દેખાવો કર્યા. કહ્યું કે અમને મુખ્યમંત્રી આવાસ જવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે. ભારદ્વાજે કહ્યું કે, પોલીસે અમને કહ્યું કે, ઉપરથી આદેશ છે. દરમિયાન પીડબલ્યુડીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો કબજો લઈ લીધો હતો. ધરણા સમાપ્ત થયા પછી સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સેન્ટ્રલ વિસ્ટામાં બનેલા પીએમના નિવાસસ્થાન તરફ રવાના થયા.

આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે અમે લોકોને સીએમ આવાસ બતાવવા આવ્યા છીએ તો અમને કેમ રોકવામાં આવી રહ્યા છે? અમે બતાવવા માંગીએ છીએ કે, ભાજપ ખોટા આરોપો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, માત્ર સીએમનું આવાસ જ કેમ, પીએમનું નિવાસસ્થાન પણ બતાવવું જોઈએ. જેની કિંમત આના કરતાં પણ ઘણી વધુ છે.

આ સમાચાર શેર કરો