મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલને ના મળી રાહત, CBIની આ માંગને લીધે જેલમાં વધુ રાહ જોવી પડશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે. CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજર

સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલને ના મળી રાહત, CBIની આ માંગને લીધે જેલમાં વધુ રાહ જોવી પડશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે. CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લેતા 5 સપ્ટેમ્બરે કેસની સુનાવણી માટેની તારીખ નક્કી કરી છે. 

સુપ્રીમ કોર્ટમાં CBI તરફથી હાજર વકિલ એસવી રાજુએ જણાવ્યું કે  તેઓએ એક કેસમાં જવાબ દાખલ કર્યો છે, જ્યારે અન્ય કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂરિયાત છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈની માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ દલીલો માટે તૈયાર છે.

 જસ્ટિસ કાંતે કહ્યું કે એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે સીબીઆઈને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. જો કોઈ જવાબ હોય તો બે દિવસ પછી ફાઇલ કરો. આ કેસ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ લિસ્ટેડ હોવી જોઈએ. ધરપકડને પડકારવાની સાથે કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે.

કેજરીવાલની અરજીનો વિરોધ કરીને CBIએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. વિવાદાસ્પદ આબકારી નીતિના ઘડતર અને અમલીકરણમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા CBIએ કહ્યું છે કે તપાસ પૂર્ણ કરવા માટે કેજરીવાલની ધરપકડ જરૂરી હતી. પુરાવા હોવા છતાં તે સહકાર આપી રહ્યા નથી. 

આ સમાચાર શેર કરો