અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સૂત્રોચ્ચાર કરતા યુવતી સહિત 3 કાશ્મીરીની અટકાયત
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ભંગ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણ

અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ભંગ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક કાશ્મીરી યુવકે રામ મંદિર સંકુલમાં નમાઝ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તે યુવકની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે યુવાન દક્ષિણ કિલ્લા પર નમાઝ અદા કરી રહ્યો હતો. આ ઘટના આજે બપોરના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રામ મંદિર ટ્રસ્ટે પણ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. આ બાબતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આરોપી કાશ્મીરનો રહેવાસી
મળતી માહિતી મુજબ આરોપી યુવકની ઓળખ જમ્મુ અને કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. તે સીતા રસોઈ પાસે નમાજ અદા કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. પોલીસ આ કેસની તમામ ખૂણાથી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિસ્થિતિની સંવેદનશીલતાને કારણે દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની મુલાકાતના કારણો અને તેના ઇરાદા હજુ સુધી જાહેર થયા નથી.
માંસાહારી ખોરાકની ડિલિવરી પર પ્રતિબંધ
અયોધ્યા વહીવટીતંત્રે રામ મંદિરના 15 કિલોમીટરના વિસ્તારમાં માંસાહારી ખોરાકની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે ફરિયાદો મળી હતી કે ફૂડ ડિલિવરી કંપનીઓ 'પંચ કોસી પરિક્રમા' વિસ્તારમાં આવતા અયોધ્યા શહેરની આસપાસના વિસ્તારમાં માંસાહારી ખોરાક સપ્લાય કરી રહી છે. અયોધ્યા શહેરમાં હોટલ અને હોમસ્ટેને પણ ચેતવણી આપવામાં આવી છે જે કથિત રીતે તેમના મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પીરસતી હતી. અયોધ્યાના સહાયક ખાદ્ય કમિશનર માણિક ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે ફરિયાદો મળી હતી કે, હાલના પ્રતિબંધ છતાં ઓનલાઈન ઓર્ડર દ્વારા પ્રવાસીઓને માંસાહારી ખોરાક પીરસવામાં આવી રહ્યો છે. આ પછી ઓનલાઈન માંસાહારી ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.






