મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Terror Attack: કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી, ઘાત લગાવીનો કર્યો હતો હુમલો

સોમવારે (8 જુલાઇ) જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ

Terror Attack: કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી, ઘાત લગાવીનો કર્યો હતો હુમલો

સોમવારે (8 જુલાઇ) જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. હવે કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી છે. આતંકવાદી સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ એમ4 એસોલ્ટ રાઈફલ્સ, ગ્રેનેડ અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

આતંકીઓએ વધુ હુમલાની આપી ધમકી

આતંકવાદી સંગઠને આગામી દિવસોમાં વધુ હુમલા કરવાની વાત પણ કરી છે. કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે આ 26 જૂને ડોડામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓના મોતનો બદલો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ઓચિંતા હુમલામાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને 5 જવાનો ઘાયલ થયા હતા.

એન્કાઉન્ટર હજુ યથાવત

આતંકીઓ સાથે ભારતીય સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, શરૂઆતી હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.

સૈન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હુમલો કઠુઆથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હાર સ્થિત બદનોટા ગામમાં થયો હતો. તેમણે જણાવ્યું કે સેનાના કેટલાક વાહનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન આતંકીઓએ કાફલા પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. સૈન્ય વાહન પરના આ આતંકવાદી હુમલા પછી, આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને બિલવર તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પણ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે.

આ સમાચાર શેર કરો