MUDA સ્કેમમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ક્લિન ચીટ, લોકાયુક્તે આપી મોટી રાહત
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોકાયુક્ત તરફથી મોટી રાહત મળી છે. લોકાયુક્તે મૈસુર શહેરી વિકાસ સત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોકાયુક્ત તરફથી મોટી રાહત મળી છે. લોકાયુક્તે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સાઈટ ફાળવણી મામલાના કેસમાં પુરાવાના અભાવે મુખ્યમંત્રી, તેમનાં પત્ની અને બે અન્ય લોકોને ક્લીનચીટ આપી છે. તપાસમાં એ નિષ્કર્ષ મળ્યો કે આરોપો દીવાની પ્રકારના હતા. જેમાં ફોજદારી કાર્યવાહીની જરૂર નહોતી.
કાનૂની જોગવાઈઓની ગેરસમજને કારણે કોઈપણ વિસંગતતા ઊભી થઈ શકે
લોકાયુક્ત તરફથી ફરિયાદી પત્રકાર અને સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાને નિષ્કર્ષના તારણો સાથેની નોટિસ મોકલવામાં આવી છે. નિયુક્ત મેજિસ્ટ્રેટ સમક્ષ રિપોર્ટને પડકારવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. લોકાયુક્તની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તપાસમાં આરોપોની પુષ્ટી કરતા પૂરતા પુરાવા મળ્યા નથી. અને સલાહ અપાઈ છે કે કાનૂની જોગવાઈઓની ગેરસમજને કારણે કોઈપણ વિસંગતતા ઊભી થઈ શકે છે.
તપાસમાં કોઈ ગુનાહિત કાર્ય દેખાયું નથી
ફરિયાદમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકો પર મુડાના સ્થળ ફાળવણીમાં અનિયમિતતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ભારતીય દંડ સંહિતા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, બેનામી વ્યવહારો (પ્રતિબંધ) અધિનિયમ અને કર્ણાટક જમીન કબજા અધિનિયમની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, લોકાયુક્ત તપાસમાં કોઈ ગુનાહિત ગરબડ જોવા મળી નથી. આમ અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ક્લીનચીટ હોવા છતાં, લોકાયુક્તે કહ્યું કે 2016 અને 2024 વચ્ચે મુડા દ્વારા કરવામાં આવેલી વળતરરૂપ જમીન ફાળવણીની હજુ પણ તપાસ કરવામાં આવશે. પૂરક તપાસ ચાલી રહી છે, અને તે પૂરી થયા પછી CrPC ની કલમ 173 (8) હેઠળ કોર્ટમાં બીજો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.






