દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ફટકો: કૈલાશ ગેહલોતે છોડી આમ આદમી પાર્ટી
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી અને

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પ્રસંગે કૈલાશ ગેહલોતનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીની ટીકા કરી છે.
કૈલાશ ગેહલોતે શું કહ્યું?
કૈલાશે કહ્યું કે કેન્દ્ર સાથે લડવું એ સમયનો વ્યય છે. આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડી રહી છે. કેજરીવાલે પોતાના માટે આલીશાન ઘર બનાવ્યું. આમ આદમી પાર્ટી સામાન્ય માણસના મુદ્દા ઉઠાવતી નથી. અમે વચન આપ્યું હતું પણ યમુનાને સાફ ન કરી શક્યા. યમુના આજે સૌથી વધુ પ્રદૂષિત છે. તેઓ દિલ્હીની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી.
દિલ્હી દારૂ કૌભાંડમાં ED પહેલાથી જ તપાસ કરી ચૂકી છે
EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોતની પૂછપરછ કરી છે. કૈલાશ ગેહલોત કથિત દારૂ કૌભાંડમાં મંત્રી જૂથનો ભાગ હતા. આ સિવાય દારૂ કૌભાંડના આરોપી વિજય નાયર મંત્રી કૈલાશ ગેહલોતના સત્તાવાર આવાસમાં રહેતા હતા. જેનો ઉલ્લેખ EDએ તેની ચાર્જશીટમાં અને વિજય નાયરની રિમાન્ડ નોટમાં પણ કર્યો છે.
બીજેપી નેતા કપિલ મિશ્રાનું નિવેદન પણ સામે આવ્યું છે
કૈલાશ ગેહલોતના રાજીનામા બાદ બીજેપી નેતા કપિલ મિશ્રાનું નિવેદન પણ સામે આવ્યું છે. કપિલ મિશ્રાએ કહ્યું કે, 'કેજરીવાલના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે ભ્રષ્ટાચારના કારણે આમ આદમી પાર્ટી અને સરકારમાં રહેવું અશક્ય બની ગયું છે. કેજરીવાલ ગેંગની લૂંટ અને જુઠ્ઠાણા સામે કૈલાશ ગેહલોતનું આ પગલું આવકાર્ય છે. દિલ્હીની દરેક વિધાનસભામાં AAPના કાર્યકરો હવે પાર્ટી છોડી રહ્યા છે.








