મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જેપી નડ્ડાની ચોરાયેલી ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી, દિલ્હીથી થઇ હતી ચોરી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ચોરાયેલી કાર બનારસમાંથી મળી આ

જેપી નડ્ડાની ચોરાયેલી ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી, દિલ્હીથી થઇ હતી ચોરી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ચોરાયેલી કાર બનારસમાંથી મળી આવી છે. ફોર્ચ્યુનર કાર 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ હતી. પોલીસે આ ઘટનામાં બડકલના રહેવાસી શાહિદ અને શિવાંગ ત્રિપાઠીની ધરપકડ કરી છે. આરોપી ક્રેટા લઇ કાર ચોરી કરવા આવ્યો હતો. ચોરી કર્યા બાદ તે કારને બડકલ લઈ ગયા અને કારની નંબર પ્લેટ બદલી નાખી હતી. પછી તેઓ અલીગઢ, લખીમપુર ખેરી, બરેલી, સીતાપુર અને લખનૌ થઈને બનારસ પહોંચ્યા. કારને નાગાલેન્ડ મોકલવાની યોજના બનાવી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ આ કાર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની છે. ડ્રાઇવરે કાર ગોવિંદપુરીના સર્વિસ સેન્ટરમાં આપી હતી અને તે પોતાના ઘરે જમવા આવ્યો હતો, ત્યારે ચોરી થઇ હતી. માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યું અને કાર ગુરુગ્રામ તરફ જતી જોવા મળી.

ડ્રાઈવરની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી

જેપી નડ્ડાની પત્નીની કારનો નંબર હિમાચલનો છે. જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. કારનો ચાલક સર્વિસ સેન્ટરમાં કાર પાર્ક કરીને તેના ઘરે જમવા ગયો હતો, પરંતુ જ્યારે તે પરત આવ્યો ત્યારે કાર ગાયબ હતી. આ મામલો હાઈપ્રોફાઈલ વ્યક્તિ સાથે સંબંધિત હોવાથી દિલ્હી પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. ડ્રાઈવર જોગીન્દરની ફરિયાદ પર આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

દિલ્હી-એનસીઆરમાં વાહન ચોરીના કેસમાં વધારો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. થોડા સમય પહેલા, વાહન ચોરી અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં દર 14 મિનિટે એક વાહન ચોરી થાય છે. એ જ રીતે, એક વીમા એજન્સી ACKOએ પણ થોડા દિવસો પહેલા વાહન ચોરીની ઘટનાઓ પર આધારિત ‘થેફ્ટ એન્ડ ધ સિટી 2024’ ની તેની બીજી આવૃત્તિ બહાર પાડી, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વાહન ચોરીના બનાવોમાં 2022 અને 2023 વચ્ચે 2.5% ગણો વધારો થયો છે.

આ સમાચાર શેર કરો