મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

J&K: રિયાસી આતંકવાદી હુમલાનો એક આરોપી પકડાયો, આતંકવાદીઓને કરતો હતો મદદ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં 10 જૂને થયેલા આતંકવાદી હુમલાના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છ

J&K: રિયાસી આતંકવાદી હુમલાનો એક આરોપી પકડાયો, આતંકવાદીઓને કરતો હતો મદદ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં 10 જૂને થયેલા આતંકવાદી હુમલાના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રિયાસીમાં વૈષ્ણોદેવી જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. જ્યારે 40 થી વધુ ઘાયલ થયા હતા. જમ્મુ પોલીસ અને આર્મી ઘણા દિવસોથી આરોપીઓને શોધવામાં વ્યસ્ત હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસ આજે રિયાસીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓ મામલે ખુલાસો કરતા એસએસપી રિયાસી મોહિતા શર્માએ જણાવ્યું હતું કે, "9 જૂને શિવ ખોરીથી આવી રહેલી તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં એક મોટી સફળતા મળી છે. આ કેસમાં 45 વર્ષની વયના હકમ નામના આતંકવાદી સહયોગીનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓને ખોરાક અને આશ્રય આપવા ઉપરાંત, આ વ્યક્તિએ એક માર્ગદર્શક તરીકે પણ કામ કર્યું હતું અને ધરપકડ કરાયેલ વ્યક્તિ એક મુખ્ય આતંકવાદી છે. હુમલાને અંજામ આપવામાં આતંકવાદીઓને મદદ કરનાર સહયોગીની વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

10 જૂને સાંજે જમ્મુના રિયાસીમાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબનો હાથ હતો. બસ પર બે જેહાદી- આતંકીઓએ હુમલો કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે બંને આતંકીઓ પાકિસ્તાનના છે. તેઓએ રાજૌરી અને રિયાસી બોર્ડર વચ્ચેના વિસ્તારમાં બસને ટાર્ગેટ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદી કમાન્ડર અબુ હમઝા રાજૌરીમાં સક્રિય છે. અબુ હમઝાનીને શોધવા માટે સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ હુમલાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તેની જવાબદારી NIAને સોંપવામાં આવી છે. આ ઘટનાનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના રહેવાસી હતા.

આ સમાચાર શેર કરો