મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો, JJPના બે ધારાસભ્ય ભાજપમાં સામેલ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો લાગ્યો છે. JJPના બે ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે.જોકે, રેપ કેસમાં ફ

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો, JJPના બે ધારાસભ્ય ભાજપમાં સામેલ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો લાગ્યો છે. JJPના બે ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે.જોકે, રેપ કેસમાં ફસાયેલા ધારાસભ્યને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા નહતા.

હરિયાણામાં JJPને મોટો ઝટકો

હરિયાણા ચૂંટણી વચ્ચે જન નાયક જનતા પાર્ટી (JJP)ને મોટો ઝટકો લાગ્યો છે. JJPના બળવો કરનારા ધારાસભ્ય જોગીરામ સિહાગ અને રામકુમાર ગૌતમ જીંદ રેલીમાં ભાજપમાં સામેલ થયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. 

અંબાલાના પૂર્વ મેયર શક્તિ રાની શર્મા પણ ભાજપમાં સામેલ થયા હતા. શક્તિ રાની હરિયાણા જનચેતના પાર્ટીના પ્રમુખ વિનોદ શર્માના પત્ની છે, જેમના પુત્ર કાર્તિકેય શર્મા ભાજપના સહયોગથી અપક્ષ ઉમેદવારના રૂપમાં રાજ્યસભામાં પહોંચ્યા છે.

હરિયાણામાં ક્યારે છે ચૂંટણી

હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે જ્યારે 8 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે. ભાજપ અને ઇનેલોએ ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગ પર વિચાર કરતા મતદાનની તારીખ બદલી છે.

JJPએ 2019 વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠક જીતી હતી પરંતુ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્યો JJPનો સાથ છોડવા લાગ્યા હતા. અત્યાર સુધી સાત ધારાસભ્ય JJPનો સાથ છોડી ચુક્યા છે. હવે પાર્ટીમાં માત્ર દુષ્યંત ચૌટાલા તેમની માતા નૈના ચૌટાલા અને અમરજીત ઢાંડા જ છે. તાજેતરમાં દુષ્યંત ચૌટાલાએ ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે જેની હેઠળ JJP 70 અને આઝાદ સમાજ પાર્ટી 20 બેઠક પર ચૂંટણી લડશે.

આ સમાચાર શેર કરો