મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મહિલાઓના ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયા આવશે', આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

દેશમાં ઝારખંડ રાજ્યમાં ચંપાઈ સોરેન સરકારે મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડમાં મ

'મહિલાઓના ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયા આવશે', આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

દેશમાં ઝારખંડ રાજ્યમાં ચંપાઈ સોરેન સરકારે મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડમાં મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકારની આ યોજનાથી 38થી 40 લાખ મહિલાઓને ફાયદો થવાની આશા છે. ઝારખંડ સરકાર ખૂબ જ જલ્દીથી પશ્ચિમ બંગાળની 'લક્ષ્મી ભંડાર' યોજનાની જેમ જ મહિલાઓને આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવશે. મળતી માહિતી મુજબ આ યોજનાનું નામ 'મુખ્યમંત્રી બહેન બેટી સ્વાવલંબન યોજના' રાખવામાં આવ્યું છે.

રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ સરકાર મહિલાઓને દર મહિને રૂ. 1,000 ની નાણાકીય સહાય પૂરી પાડશે પરંતુ એ માટે નાણાં વિભાગ અને કેબિનેટની મંજૂરીની જરૂર છે. બીજી બાજુ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગુરુવારે મહિલા, બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, 25થી 50 વર્ષની વય જૂથની તમામ શ્રેણીની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 

જણાવી દઈએ કે સીએમ ચંપાઈ સોરેને ઝારખંડ મંત્રાલયમાં મહિલા, બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગની અપડેટ કરેલી કાર્ય પ્રગતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને ટૂંક સમયમાં રાજ્યમાં 'મુખ્યમંત્રી બહેન બેટી સ્વાવલંબન પ્રોત્સાહક યોજના' શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ યોજના હેઠળ 25થી 50 વર્ષની ઉંમરની તમામ વર્ગની ગરીબ, જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક સહાયતા મળશે. મહિલાઓને ઉત્તમ શિક્ષણ, પોષણસ્તરમાં સુધારો, મહિલા સશક્તિકરણ જેવી ભૂમિકા સુનિશ્ચિત કરાવવા માટે પ્રતિબદ્ધ છે. 

આ યોજનાના અમલીકરણ માટે મુખ્યમંત્રીએ જલદીથી એક પોર્ટલ તૈયાર કરવા પણ સૂચના આપી છે. ખૂબજ ઝડપી આ કાર્ય પૂર્ણ કરવાની તાકીદ કરી છે. અગાઉ 60 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયાની યોજનાનો લાભ મળતો હતો. એ પછી જાન્યુઆરીમાં 50થી 60 વર્ષની ઉંમરની મહિલાઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવ્યા હતા. હવે સોરેન સરકાર 25 વર્ષની ઉંમર સુધીની મહિલાઓને આ યોજનાનો લાભ આપવા માંગે છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપશે.

આ સમાચાર શેર કરો