મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેસી ત્યાગીએ JDUના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું, આ નેતા સંભાળશે જવાબદારી

જનતા દળ યુનાઇટેડ (JDU)ના સીનિયર નેતા કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથ

કેસી ત્યાગીએ JDUના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું, આ નેતા સંભાળશે જવાબદારી

જનતા દળ યુનાઇટેડ (JDU)ના સીનિયર નેતા કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે. કેસી ત્યાગીની જગ્યાએ હવે રાજીવ રંજનને JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના મહાસચિવ આફાક અહમદ ખાને એક પત્ર જાહેર કરીને આ જાણકારી આપી છે.

કેસી ત્યાગીએ આપ્યુ રાજીનામું

JDUના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી કેસી ત્યાગીએ રાજીનામું આપ્યું છે. કેસી ત્યાગીનું નામ JDUના તે નેતાઓમાં સામેલ છે જે દરેક સ્ટેન્ડમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે જ રહ્યાં હતા. કેસી ત્યાગીએ ક્યારેય નીતિશ કુમારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા નથી.

કેસી ત્યાગીએ કેમ આપ્યુ રાજીનામું?

એવા પણ સવાલ ઉભા થઇ રહ્યાં છે કે કેસી ત્યાગીએ અચાનક કેમ રાજીનામુ આપી દીધુ? એવી પણ અફવા ઉડી રહી છે કે કેસી ત્યાગી બિહારના મંત્રી અશોક ચૌધરીના ભૂમિહારો પર આપવામાં આવેલા નિવેદનથી નારાજ હતા. અંતે તેમને પાર્ટીનું રાષ્ટ્રીય પ્રવક્તા પદ જ છોડી દીધુ. જોકે, હજુ સુધી આ માત્ર અફવા જ છે જેની કોઇએ પુષ્ટી કરી નથી.

આ સમાચાર શેર કરો