જમ્મુ-કાશ્મીર: નેશનલ કોન્ફરન્સ 51 બેઠકો અને કોંગ્રેસને 32 બેઠકો પર લડશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન હેઠળ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર પણ સમ

જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન હેઠળ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર પણ સમજૂતી થઈ છે. સોમવારે સાંજે આની જાહેરાત કરવામાં આવી હતી. બંને પક્ષો 85 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આ અંતર્ગત ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ 51 સીટો પર અને કોંગ્રેસ 32 સીટો પર ચૂંટણી લડશે. સીપીઆઈ (એમ) અને પેન્થર્સને એક-એક સીટ આપવા પર સહમતિ બની છે.
ગઠબંધનની જાહેરાત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સીટની વહેંચણી માટે કોંગ્રેસ સાથે વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. 90માંથી NC 51 બેઠકો પર અને કોંગ્રેસ 32 બેઠકો પર ચૂંટણી લડશે અને સહયોગીઓ માટે 5 બેઠકો છોડવામાં આવી છે તે અંગે સહમતિ બની છે. એક સીટ સીપીઆઈ(એમ) અને એક પેન્થર્સ પાર્ટી માટે રાખવામાં આવી છે. ભારતનું વિભાજન કરવા માગતી શક્તિઓ સામે લડવા માટે ઈન્ડિયા બ્લોકની રચના કરવામાં આવી હતી.
આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમારા ઈન્ડિયા બ્લોકનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને બચાવવાનો છે. એનસી-કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે સાથે મળીને લડીશું, અમે જીતીશું અને અમે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવીશું.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આ પછી પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થશે.






