જમ્મુ કાશ્મીર: વિધાનસભા ચૂંટણી માટે નેશનલ કોન્ફરન્સે જાહેર કરી ઉમેદવારોની યાદી
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા દ્વારા વિધાનસભા મ

નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા દ્વારા વિધાનસભા મતવિસ્તારો માટે જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ તરફથી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આ પછી પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થશે.
- 01. નિવૃત્ત જસ્ટિસ હુસૈન મસૂદી – પમ્પોર
- 02. મોહમ્મદ ખલીલ બંધ - પુલવામા
- 03. મોહી-ઉદ્દ-દીન મીર - રાજપોરા
- 04. શૌકત હુસેન ગની - જૈનપોરા
- 05. શેખ મોહમ્મદ રફી - શોપિયાં
- 06. સકીના ઇટ્ટુ - ડી.એચ. પોરા
- 07. પીરઝાદા ફિરોઝ અહેમદ - દેવસર
- 08. ચૌધરી ઝફર અહેમદ - લાર્નુ
- 09. અબ્દુલ મજીદ લાર્મી - અનંતનાગ પશ્ચિમ
- 10. ડૉ. બશીર અહેમદ વીરી - (બિજબેહરા)
- 11. રિયાઝ અહેમદ ખાન – અનંતનાગ પૂર્વ
- 12. અલ્તાફ અહેમદ કાલુ - પહેલગામ
- 13. મહેબૂબ ઈકબાલ - ભાદરવાહ
- 14. ખાલિદ નજીબ સોહરવર્દી-ડોડા
- 15. અર્જુનસિંહ રાજુ - રામબન
- 16. સજ્જાદ શાહીન – બનિહાલ
- 17. સજ્જાદ કિચલુ – કિશ્તવાડ
- 18. પૂજા ઠોકુર - પેડર-નાગાસણી






