જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે કર્યો ખેલા, 4 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ; ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ
જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.જમ્મુ કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ત્ર

જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.જમ્મુ કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠક નેશનલ કોન્ફ્રેન્સે જીતી તો એક બેઠક ભાજપે જીતી હતી. નેશનલ કોન્ફ્રેન્સના ઉમેદવાર ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહમદ કિચલૂ અને શમી ઓબેરોયે જીત મેળવી હતી. ચોથી બેઠક પર ભાજપના સત શર્માની જીત થઇ છે. જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ખેલા કર્યો હતો.
ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'ચારેય ચૂંટણીમાં નેશનલ કોન્ફ્રેન્સના તમામ વોટ યથાવત રહ્યા જેમ કે અમારા ચૂંટણી એજન્ટે દરેક મતદાનની સ્લીપ જોઇ હતી. અમારા કોઇ પણ ધારાસભ્યએ ક્રૉસ વોટિંગ કર્યું નથી માટે સવાલ ઉભો થાય છે કે ભાજપના 4 વધારાના મત ક્યાથી આવ્યા? તે ક્યા ધારાસભ્યો હતા જેમણે વોટ આપતા સમયે ખોટી સંખ્યા નાખીને જાણી જોઇને પોતાના વોટ રદ કરી નાખ્યા?શું તેમણે આટલી હિમ્મત છે કે તે અમને વોટ આપવાનું વચન આપ્યા બાદ ભાજપની મદદ કરવાની વાત સ્વીકાર કરે? ક્યા દબાણ અને લાલચે તેમણે આ ચૂંટણીમાં મદદ કરી? જોઇએ કે ભાજપની ગુપ્ત ટીમનો કોઇ સભ્ય પોતાની આત્મા વેચવાની વાતનો સ્વીકાર કરે છે કે નહીં.
ભાજપના વિધાનસભામાં 28 ધારાસભ્ય
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 28 ધારાસભ્ય છે. પીપુલ્સ કોન્ફ્રેન્સના ધારાસભ્ય સજ્જાદ લોને મતદાનથી અંતર જાળવ્યું હતું. ભાજપના ઉમેદવારન 32 મત મળ્યા એટલે કે તેની સંખ્યા કરતા 4 મત વધારે મળ્યા હતા, જેને લઇને ઓમર અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યા છે.
નેશનલ કોન્ફ્રેન્સના ગઠબંધનને 53 ધારાસભ્યોનું સમર્થન
મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફ્રેન્સના નેતૃત્ત્વ ધરાવતા ગઠબંધનને 53 ધારાસભ્યોનું સમર્થન છે. વિધાનસભામાં નેશનલ કોન્ફ્રેન્સના 41, કોંગ્રેસના 6 અને CPIનો એક ધારાસભ્ય છે. જમ્મુ કાશ્મીરમાં સાત અપક્ષ ધારાસભ્ય છે જેમાંથી પાંચે નેશનલ કોન્ફ્રેન્સ સરકારને સમર્થન આપ્યું હતું. શુક્રવારે પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીએ પણ પોતાના ત્રણ ધારાસભ્યોનું સમર્થન નેશનલ કોન્ફ્રેન્સના ઉમેદવારને આપ્યું હતું. એવામાં તેમના ત્રણ ઉમેદવારોની જીત પાક્કી મનાતી હતી.








